શામળાજી નજીક અરવલ્લી એલસીબીની ટીમ દારુની હેરાફેરીને અટકાવવા માટે થઈને પેટ્રોલિંગમાં હગતા. એ દરમિયાન બાતમી આધારે એક શંકાસ્પદ કારને રોકતા દારુનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. આ કારને એક બાઈક દ્વારા પાયલોટીંગ કરવામાં આવી રહ્યુ હતુ. એલસીબીએ બાઈક અને કાર બંનેની ધરપકડ કરી છે. સ્પોર્ટ્સ બાઈક વડે પાયલોટીંગ કરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહી હતી. એ દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો.
હાલમાં રાજસ્થાનમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીને લઈ ગુજરાત સાથેની સરહદો પર ચાંપતી નજર બંને રાજ્યની પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. આમ છતાં પણ દારુની હેરાફેરી ચાલી રહી છે. જેને ગુજરાત પોલીસ નિષ્ફળ બનાવી રહી છે. અરવલ્લી પોલીસ દ્વારા એકાદ અઠવાડીયાથી સતત દારુની હેરાફેરી ઝડપવામાં આવી રહી છે. સ્પોર્ટ્સ બાઈક વડે પાયલોટ કરીને દારુ ભરેલી કાર ઘૂસાડવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
આવી જ રીતે શામળાજી નજીક અરવલ્લી એલસીબીની ટીમ દારુની હેરાફેરીને અટકાવવા માટે થઈને પેટ્રોલિંગમાં હગતા. એ દરમિયાન બાતમી આધારે એક શંકાસ્પદ કારને રોકતા દારુનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. આ કારને એક બાઈક દ્વારા પાયલોટીંગ કરવામાં આવી રહ્યુ હતુ. એલસીબીએ બાઈક અને કાર બંનેની ધરપકડ કરી છે.
ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ દ્વારા બોર્ડર વિસ્તારના જિલ્લાઓમાં દારુ સહિત નશીલા પદાર્થોને ઝડપવા માટે ચાંપતી નજર રાખવા માટે સૂચનાઓ અપાઈ હતી. આ દરમિયાન અરવલ્લી પોલીસે દારુની હેરાફેરી કરનારાઓ પર ધોંસ બોલાવી દીધી છે. અરવલ્લી પોલીસ દ્વારા સતત દારુને ઝડપવામાં આવી રહ્યો છે. આવી જ રીતે એક કારને સ્પોર્ટ્સ બાઈક વડે પાયલોટીંગ કરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહી હતી. એ દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો.
એલસીબીની બાતમી મળી હતી કે, અંતરિયાળ રસ્તાઓ પર થઈને દારુ ભરેલી કાર ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહી છે. જેને લઈ શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ એલસીબીની ટીમ આશ્રમ ચોકડી તરફ પહોંચી હતી. જ્યાં પાલ્લા થી આશ્રમ ચોકડી તરફ આતા રસ્તા પર નાકાબંધી કરતા જ બાતમી મુજબની કાર આવતા રોકવામાં આવી હતી. જોકે કારનો ચાલક અને આગળ પાયલોટીંગ કરી રહેલા સ્પોર્ટ્સ બાઈકનો ચાલક પોલીસને જોઈ બંને વાહનો મુકીને અંધારાનો લાભ લઈને ઝાડીઓ અને ડુંગરાઓમાં થઈને ફરાર થઈ ગયા હતા.
ગાડીની તલાશી લેતા જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં 1473 નંગ દારુની બોટલો ભરેલી મળી આવી હતી. જેની 2 લાખ 21 હજાર જેટલી કિંમત અંદાજમાં આવી છે. પોલીસે બંને વાહનોના ચાલકો સામે ગુના નોંધીને તપાસ શરુ કરી છે.