ચૂંટણી ને ધ્યાને લઇ ગુજરાત મધ્યપ્રદેશની આંતરરાજ્ય બોર્ડર ઉપર જિલ્લા પોલીસ વડા ની મુલાકાત

દાહોદ,
વિધાન સભાની ચૂંટણી 2022 ની તૈયારીઓના ભાગરૂપે તા.08/11/2022 સવારે દાહોદ જિલ્લા ઉજઙ બલરામ મીણા ગુજરાત અને મધ્ય પ્રદેશની આંતરરાજ્ય બોર્ડર ખંગેલા ખાતે જિલ્લામાં ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લગાવેલ ઇન્ટર સ્ટેટ, ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ચેક પોસ્ટ નિરીક્ષણ અર્થે ટીમ સાથે વિસિટ કરવા પહોંચ્યા હતા અને તેઓએ ત્યાં જણાવ્યું હતું કે દાહોદ રાજેસ્થન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલી જિલ્લો છે જેને ધ્યાનમાં રાખી 24 નવી ચેકપોસ્ટ ઊભી કરે દરેક આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે અને દાહોદની બોર્ડર થી કેફી પદાર્થો કે વિદેશી દારૂ અથવા તો હથિયારો અને ગેરકાયદે રૂપિયાની હેરફેર ના થાય તે માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પણ દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા દાહોદ જિલ્લા કલેકટર હર્ષિત ગોસવી સાથે ચર્ચા કરી તમામ પાસાઓને ધ્યાને લઈ તૈયારીઓ થઈ ચૂકી છે અને જેના ભાગ રૂપે આજે તેઓ ખંગેલાની આંતરરાજ્ય બોર્ડર ઉપર વિઝિટ માટે પહોંચ્યા હતા જ્યાં તેઓ એ પત્રકાર વાર્તામાં આ તમાં માહિતી આપી હતી.