
અમદાવાદ,
આજે પ્રદેશ કોંગ્રેસની કોંગ્રેસની મહત્વની બેઠક મળી. સવારે ૧૦.૩૦ કલાકે આ બેઠક વર્ચ્યુઅલી યોજાઈ. જેની આગેવાની પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરી હતી. આ બેઠકમાં રાજ્યની તમામ બેઠકના કોંગ્રેસના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો જોડાયા. આપને જણાવી દઈએ કે, આ બેઠકમાં મતગણતરી અંગે કેટલાક સૂચનો આપવામાં આવ્યા. પરિણામો અંગે શું યાન રાખવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ.
મતદાન બાદ હવે સૌ કોઈની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે. જો કે એક્ઝિટ પોલ મુજબ ફરી ભાજપ સરકાર બનાવી રહી છે. તો આ તરફ એક્ઝિટ પોલ કરતા વિપરીત પરિણામનું કોંગ્રેસનું આકલન છે. આજે બેઠક મળી જેમાં પરિણામ આવ્યા બાદની રણનિતી પણ નક્કી કરવામાં આવી હતી.
સુત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજસ્થાન લઇ જવાની હિલચાલ કરવામાં આવી રહી છે. ઉદયપુર રિસોર્ટ ચૂંટાયેલા ધારાસભ્ય લઇ જવાશે. જો કે પરિણામ બાદ કોંગ્રેસના હાઈ કમાન્ડ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપ દ્વારા તોડવાનો ડર હીલ કોંગ્રેસ પક્ષને છે.