ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી: મતદાનના દિવસે શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં રજા રહેશે

અમદાવાદ,

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણીપંચ પ્રયત્નો કરી રહ્યું છે. મતદાનના દિવસે સ્કૂલો-કોલેજોથી અને સરકારી ઓફીસ બંધ રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કા થવાની છે. પહેલા તબક્કા માટે ૧લી ડિસેમ્બર અને બીજા તબક્કા માટે ૫મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે જે દિવસે જે જિલ્લાઓમાં મતદાન હશે તે જિલ્લાઓની સ્કૂલ-કોલેજોથી માંડી સરકારી કચેરીઓ બંધ રહેશે. સ્કૂલો-કોલેજો એને સરકારી કચેરીઓના બિલ્ડીંગમાં મતદાન મથક પણ રાખવામા આવે છે. શિક્ષકો,અયાપકોથી માંડી વહિવટી કર્મચારીઓ સહિતના મોટા ભાગના સરકારી કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોય છે. આ ઉપરાંત કોલેજમાં અભ્યાસ કરતા અને મતદાન યોગ્ય વિદ્યાર્થીઓ મતદાન કરી શકે તે રજાની જાહેર કરવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં ૧લી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષીણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન થશે. જયારે બીજા તબક્કામાં ૫મી ડિસેમ્બરના રોજ બાકીની ૯૩ બેઠકો પર મતદાન છે. જેમાં મય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય એવા યેય સાથે વિવિધ માયમોથી ચૂંટણીપંચ મતદાન અંગે જાગૃતિ ફેલાવી રહ્યું છે.