ચૂંટણીમાં પ્રિસાઇન્ડિંગ ઓફિસરની ફરજમાં ન આવેલા સૌરાષ્ટ્ર યુનિવસટીના ડેપ્યુટી રજિસ્ટ્રારની ધરપકડ

રાજકોટ,

સૌરાષ્ટ્ર યુનિવસટીના ડેપ્યુટી રજિસ્ટ્રારની ધરપકડ થશે. ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા ડેપ્યુટી રજિસ્ટ્રાર મનીષ ધામેચા સામે ધરપકડનું વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. દક્ષિણ બેઠક ઉપર પ્રીસાઈડિંગ ઓફિસરનો ઓર્ડર હતો, પરંતુ કોઈ કારણ વગર ડેપ્યુટી રજિસ્ટ્રાર મનીષ ધામેચા ફરજ પર ન આવતા ચૂંટણી આયોગે આકરી કાર્યવાહી કરી છે. આવી જ ઘટના પ્રથમ તબક્કાના મતદાનમાં ધોરાજી ખાતે બની હતી

ઘોરાજીમાં મતદાન દરમિયાન પત્નીની જગ્યાએ પતિ પ્રિસાઇન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે અપક્ષ ઉમેદવાર સહિદ પરમારે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ધોરાજીની કે.ઓ . શાહ કોલેજના મતદાન બૂથમાંથી બોગ્સ પ્રિસાઇન્ડિંગ ઓફિસર ઝડપાયો હતો. આ બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર ઝડપાઈ જતા તાત્કાલિક ધોરણે તેના પત્નીને બૂથ પર બોલાવી લેવામાં આવ્યા હતા.