ચૂંટણીમાં હિંસા ૨૩/૦૫/૨૦૨૪

મતદાનનાં હવે બે ચરણ બાકી છે અને મતગણના તરફ વધતા દેશમાં વિશેષ રૂપે પોલીસ પ્રશાસને સચેત અને સતર્ક રહેવું પડશે. એ બહુ દુ:ખદ અને શરમજનક છે કે બિહારના છપરા શહેરમાં મતદાનમાં કથિત ગરબડને કારણે ભાજપ અને રાજદના કાર્યર્ક્તાઓ વચ્ચે હિંસામાં એકનું મોત થઈ ગયું અને બે ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. સારન લોક્સભા સીટ પર હજુ સોમવારે જ મતદાન થયું અને પાર્ટીના કાર્યર્ક્તાઓમાં બેચેની ઉલ્લેખનીય છે. પરંતુ બેચેની જો હિંસામાં પરિવતત થઈ જાય તો અપ્રિય સ્થિતિ જ પેદા થાય છે. કમ સે કમ બે દાયકા બાદ બિહારમાં આ પ્રકારનો તણાવ જોવા મળ્યો છે એટલે પ્રશાસને શાંતિ બહાલ રાખવા માટે સક્રિય થઈ જવું જોઇએ. જ્યારે આકરી ટક્કર હોય છે ત્યારે એક-એક વોટ માટે સંઘર્ષપૂર્ણ સ્થિતિ બની જાય છે. ચૂંટણીમાં વોટ લેવા માટે પરસ્પર રાજકીય સંઘર્ષની સ્થિતિ તો ઠીક છે, પરંતુ હિંસાનો સહારો ન લઈ શકાય. આધુનિક દોરમાં જો ચૂંટણીને કારણે કોઈનો જીવ જાય તો એનાથી દુર્ભાગ્યપૂર્ણ કશું ન હોઈ શકે. જે લોકો ચૂંટણી સાથે રમત કરી રહ્યા છે અથવા મતગણના બાદ કોઈ ગરબડ કરવાનું વિચારી રહ્યા છે તેમના પ્રત્યે સહેજ પણ રાહત ન દાખવવી જોઇએ.

એક સમય હતો જ્યારે દેશમાં ચૂંટણી થતી હતી, ત્યારે ક્યાંકને ક્યાંક તાકાતનો ખેલ ખૂબ થતો હતો, પરંતુ હવે લોક્તાંત્રિક ફેંસલામાં તાકાતના ઉપયોગ માટે કોઈ જગ્યા નથી. સારનમાં પ્રશાસને બે દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓને પણ બરતરફ કરી દીધી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અફવા ફેલાવા અને તેનો દુષ્પ્રભાવ પડવાની આશંકા રહે છે. તેથી આદતવશ હિંસા કરનારા અને હિંસા માટે જવાબદાર કોઈપણ ઉગ્ર વ્યક્તિ પર અંકુશ જરૂરી છે. જે કાર્યર્ક્તા હિંસા દ્વારા પોતાની નિષ્ઠાનું પ્રદર્શન કરવા માગે છે, એના પર નિશ્ર્ચિત જ લગામ લાગવી જોઇએ. તમામ પક્ષોએ એ પણ જોવું જોઇએ કે હિંસક કાર્યર્ક્તા વાસ્તવમાં લાભની તુલનામાં પોતાની પાર્ટીને નુક્સાન જ વધુ પહોંચાડે છે. સહજ અને સભ્ય કાર્યર્ક્તાઓના જોરે જ પાર્ટી પોતાના માટે વધુને વધુ વોટ મેળવે છે. યાન આપો કે પશ્ર્ચિમ બંગાળમાં લગભગ દરેક ચરણમાં પાર્ટી કાર્યર્ક્તાઓ કે સમર્થકો વચ્ચે અથડામણ થઈ રહી છે. બંગાળના રાજકારણ સાથે હિંસાનું પાસું જોડાયેલું છે, પરંતુ બિહારે તો બહુ મુશ્કેલીથી આ કાળા પાસાથી છૂટકારો મેળવ્યો હતો. એટલે ચૂંટણી હિંસા તરફ પાછા ફરવાનો કોઈ અવકાશ ન છોડવો જોઇએ. જોકે ચૂંટણીનો તણાવ એકાધિક રાજ્યોમાં સાફ દેખાવા લાગ્યો છે. પરિણામોની રાહ જોવાય છે, પરંતુ ધીરજ અને નિરીક્ષણની સૌથી વધુ જરૂરી છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સભાઓમાં ભાગદોડની સ્થિતિ પણ ચિંતા વધારે છે. પોલીસ અને પ્રશાસને વિશેષ રૂપે સતર્કતાનાં પગલાં ભરવાં જોઇએ. સભાઓમાં ભાગદોડનો આખરે શો મક્સદ છે? પ્રશાસને સાવધાન થઈ જવું જોઇએ, એટલી જ ભીડ ભેગી થવી જોઇે, જેટલી સંભાળી શકાય. ભીડ પર લાઠી વરસાવવાનો ફેંસલો તો ઓર વિચારણીય છે. ભીડ વચ્ચે અસામાજિક તત્ત્વોની ઓળખ કરીને એમના પર સકંજો ક્સવો વધુ સભ્ય અને ન્યાયપૂર્ણ પગલું છે. નેતાઓએ પણ હિંસા પ્રત્યે સચેત રહેવું જોઇએ, કારણ કે શાંતિ માટે તે પણ પોલીસ અને પ્રશાસન સમાન જ જવાબદાર છે.