ચૂંટણીમાં હારના ડરથી ભાજપ કરી રહ્યુ છે અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું :મનીષ સિસોદિયા

નવીદિલ્હી,

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કાલે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે ’ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં હારના ડરથી ભાજપ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યું છે.’

સિસોદિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજેપી સાંસદ મનોજ તિવારીએ ટ્વીટ કર્યું હતું કે ‘હું અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતિત છું’. ભારતીય જનતા પાર્ટી સાંસદ મનોજ તિવારીએ ગુરુવાર, ૨૪ નવેમ્બરના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

મનોજ તિવારીએ લખ્યું, ‘હું અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતિત છું, કારણ કે કાર્યર્ક્તાઓ અને જનતા સતત ભ્રષ્ટાચાર, ટિકિટના વેચાણ અને જેલમાં બળાત્કારી સાથેની મિત્રતા અને મસાજ એપિસોડને લઈને નારાજ છે. તેમના ધારાસભ્યને પણ માર મારવામાં આવ્યો છે. એટલા માટે દિલ્હીના સીએમ સાથે આવું ન થવું જોઈએ.. સજા કોર્ટે જ આપવી જોઈએ.

મનોજ તિવારીના આ ટ્વિટ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી. મનીષ સિસોદિયાએ કહ્યું, ‘ગુજરાત અને એમસીડી ચૂંટણીમાં હારના ડરથી ભાજપ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યું છે. તેમના સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ તેમના ગુંડાઓને દિલ્હીના સીએમ કેજરીવાલ પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે.

તેમણે આગળ લખ્યુ કે આપ તેમની ક્ષુદ્ર રાજનીતિથી ડરતી નથી. હવે જનતા તેમની ગુંડાગીરીનો જવાબ આપશે. પોતાના બીજા ટ્વીટમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, ‘આ જાહેર રેલી કમલા નગરની શેરી કોર્નર ગેધરીંગ નથી, તે એટ અવિંદકેજરીવાલ માટે લોકોનો છલક્તો પ્રેમ છે. કેજરીવાલના કાઉન્સિલર રખડતા પ્રાણીઓ અને જર્જરિત ઉદ્યાનમાંથી મુક્તિ અપાવશે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

હવે એવા અહેવાલ છે કે લેટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત આપ નેતાઓના ટ્વીટ અને નિવેદનો પર સંજ્ઞાન લીધું છે. એટલું જ નહીં તેણે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને મુખ્યમંત્રીની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાનું પણ કહ્યું છે.