ચૂંટણીમાં ફ્રી રેવડી વેચનારાઓનું આવી બનશે: ટેક્સ વિભાગની રહેશે બાજનજર

નવીદિલ્હી, કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બૉર્ડ (સીબીઆઈસી)એ ચૂંટણી પંચના નિર્દેશોનું પાલન કરવાને લઈને ટેક્સ અધિકારીઓ માટે વિસ્તૃત દિશા-નિર્દેશ જારી કર્યા છે. ટેક્સ અધિકારીઓને કહેવાયું છે કે મતદારોને આકર્ષવા માટે મફત સામાન, ખોટી રીતે અપાતી રોકડ, દારૂ વગેરે આપવાની જે ઘટનાઓ થાય છે તેને જોડાયેલી તમામ માહિતી અન્ય તપાસ એજન્સીઓ સાથે શેયર કરવામાં આવે.

નવા નિયમોમાં કહેવાયું છે કે મતદારોને આકર્ષવા માટે જે કુપત આધારિત, મફત ઈંધણ આપવા સહિતની ઘટનાઓ બને છે તેના ઉપર જીએસટી સહિતના વિભાગોના અધિકારીઓએ નજર રાખવાની રહેશે. સાડી, શર્ટ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, કીચનનો સામાન અપાય તો તેના ઉપર પણ નજર રાખવા માટે તાકિદ કરવામાં આવી છે. આ અધિકારી ઉમેદવારો તેમજ તમામ પક્ષોના ઈંધણની જરૂરિયાત ઉપર પણ નજર રાખશે. ભોજન, હોટેલ, પાર્ટી, ટેન્ટ હાઉસ સહિતનો ખર્ચ કેટલો થાય છે તેના ઉપર પણ હવે ટેક્સ અધિકારીઓ નજર રાખશે.

સીબીઆઈસીએ ટેક્સ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે દૈનિક આધારે ચૂંટણી પંચને રિપોર્ટ મોકલવામાં આવે. જીએસટી અધિકારી ચૂંટણીવાળા ક્ષેત્રોમાં રેસ્ટોરન્ટ, ફાર્મહાઉસ, લગ્નપ્રસંગવાળી જગ્યા, માંસ જ્યાંથી વેચાય છે તે જગ્યા સહિતની તપાસ કરે. આ વર્ષે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગણા, મિઝોરમમાં ચૂંટણી યોજાવાની છે જ્યારે આવતા વર્ષે લોક્સભા ચૂંટણી આવી રહી છે તે પહેલાં જ ટેક્સ વિભાગનું આ પગલું કારગત નિવડશે તેવું જાણકારો કહી રહ્યા છે.