બેંગલુરુ,કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકાણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ પક્ષો વચ્ચે શાબ્દીક યુદ્ધપણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન જેડીએસના વડા અને પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ કોંગ્રેસ જેડીએસ ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કુમારસ્વામીએ સ્પષ્ટ કહ્યું તરફ જેડીએસના નિવેદન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે કહ્યું કે, અમે તેમને ફોન પણ કર્યો નથી અને તેમને સાથે આવવા પણ કહ્યું નથી… કર્ણાટકના લોકોએ કોંગ્રેસને મત આપવાનો નિર્ણય કર્યો છે અને અહીં અમારી સરકાર બનશે.
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બી.એસ.યેદિયુરપ્પાના ૧૫૦થી વધુ બેઠક જીતવાના નિવેદન પર સિદ્ધારમૈયાએ કહ્યું કે, ભાજપ ૬૦ બેઠકો પણ જીતી શકશે નહીં… અગાઉ ગુબ્બી મતવિસ્તારના ત્નડ્ઢજી ધારાસભ્ય શ્રીનિવાસે કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષ ડી.કે.શિવકુમારની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. યેદિયુરપ્પાએ પોતાની ઉંમરને લઈ આ જાહેરાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, મેં વિધાનસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. સીએમ પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું કારણ કે મારી ઉંમર ૮૦ વર્ષે પહોંચી ગઈ છે. મારી ઉંમર ૮૦ વર્ષથી વધુ હોવા છતાં હું માત્ર આ વખતે જ નહીં પરંતુ આગામી વખતે પણ રાજ્યમાં ફરતો રહીશ… અમે જોઈશું કે, માત્ર આ વખતે જ નહીં પરંતુ આગામી વખતે પણ બહુમતી મળે…
કર્ણાટકમાં ૧૦મી મેએ એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે ૧૩મી મેએ પરીણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં હાલ ભાજપની સરકાર છે. જેને પગલે કોંગ્રેસ પોતાના હાથમાં સત્તા લેવા માટે જ્યારે ભાજપ સત્તા જાળવી રાખવા માટે જોર લગાવી રહ્યા છે. જનતા દળ સેક્યુલર રાજ્યમાં ત્રીજો મોટો પક્ષ છે. તેથી ત્રણેય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામવાની શક્યતાઓ છે. ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ સેક્યૂલર મેદાનમાં છે જ ત્યારે હવે ચોથો પક્ષ આમ આદમી પાર્ટી પણ કર્ણાટકની જંગમાં કૂદવાની તૈયારીમાં છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલે જાહેર કરી હતી કે, કર્ણાટક વિધાનસભાની બધી જ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ઉતારશે. અરવિંદ કેજરીવાલ પણ કર્ણાટકમાં રેલી કહી ચુક્યા છે અને પોતાનું સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ૮૦ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. તેથી કર્ણાટકનો ચૂંટણી જંગ જામવાની તૈયારીમાં છે. આપ અત્યાર સુધીમાં પંજાબ, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડમાં ચૂંટણી લડી ચુકી છે.