ચૂંટણી ખર્ચ નિરીક્ષક ભાસ્કર કાલ્લરૂ ફરિયાદ નિવારણ સેલ, ઈએમએમસી કંટ્રોલ રૂમ અને માહિતી કેન્દ્રની મુલાકાતે

નડિયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના ઉપલક્ષે 17-ખેડા લોકસભા બેઠક માટે ભાસ્કર કાલ્લરૂની ખર્ચ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. દસક્રોઇ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજ મતવિભાગના ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે નિમાયેલા ભાસ્કર કાલ્લરૂએ કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ નિવારણ સેલ, ઈએમએમસી ક્ધટ્રોલ રૂમ અને માહિતી કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ખર્ચ નિરીક્ષકએ ક્ધટ્રોલરૂમ તથા ફરિયાદ નિવારણ સેલની ટીમની ચૂંટણી સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી.

ભાસ્કર કાલ્લરૂએ ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લઈ સી-વિજીલ એપ, 1950 હેલ્પલાઇન નંબર, ફરિયાદીના લોકેશન ટ્રેક સિસ્ટમ સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ઈએમએમસી કંટ્રોલ રૂમ અને માહિતી કેન્દ્રની મુલાકાત લઈ ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા મોનિટરીંગ કામગીરી તથા સંબંધિત અહેવાલોની સમિક્ષા કરી હતી.

આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, મતદાર હેલ્પલાઈન નોડલ અધિકારી ડો. ક્રિષ્ના ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક નિત્યા ત્રિવેદી સહિત ચૂંટણી વિભાગ અને મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમના નિયુક્ત કર્મચારીઓ હાજર રહ્યા હતા.