- ચૂંટણી દરમિયાન ઇજા કે સ્વાસ્થ્ય બગડવાના પ્રસંગે નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ થશે.
નડીયાદ,લોકસભાના સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ફરજો દરમ્યાન હિંસક કૃત્ય/ અકસ્માતના લીધે ઈજા પામેલ કે આકસ્મિક બીમાર થયેલ ચૂંટણી કાર્યમાં રોકાયેલ મુલ્કી કર્મચારીઓ/ અધિકારીઓ, પોલીસકર્મચારીઓ/અધિકારીઓ, કેન્દ્રીય/અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ચૂંટણી ફરજ પરના તમામ ખાનગી સ્ટાફ (રેક્વિઝિટ કરેલ ખાનગી વાહનના ડ્રાઈવર / ક્લીનર અને ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના ખાનગી વિડીયોગ્રાફર સહીત તમામ)ને “કેશલેસ” સારવાર વગેરે તમામ સ્ટાફને ચૂંટણી ફરજ પર હોય તે સમયગાળા દરમિયાન ઇજા કે સ્વાસ્થ્ય બગડવાના પ્રસંગે નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવશે.
આ અંતર્ગત જીલ્લામાં આવેલી અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલો કે જે ઙખઉંઅઢ યોજના હેઠળ એમ્પેનલ થયેલ હોસ્પીટલો થકી તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં રોકાયેલ તમામ અધિકારી/કર્મચારીઓને જયારથી ચૂંટણી ફરજ સોંપવામાં આવે ત્યારથી ચૂંટણી ફરજ પૂર્ણ થાય તે દિવસ સુધી કેશલેશ તબીબી સારવાની સુવિધાઓ મળવાપાત્ર રહેશે.