ચૂંટણી બાદ પોલીસ ફરી સક્રિય, દારૂના ચાર અલગ-અલગ દરોડામાં ચોટીલાના બે શખ્સના નામ ખુલ્યા

મોરબી, શહેરમાં લોક્સભાની ચૂંટણી બાદ ફરીથી પોલીસ સક્રિય બની છે.ચાર સ્થળે દરોડામાં પોલીસે ૧,૦૬ લાખનો દારૂૂ તથા બે કાર,એક માલવાહક રિક્ષા મળી રૂૂા.૬,૫૬,૬૦૦ના વાહનો સહિત કુલ ૭,૫૬,૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.પ્રથમ દરોડાની માહિતી મુજબ બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ સજદીપભાઈ પટગીરને બાતમી ગળી હતી કે ગ્રીનલેન્ડ ચોકડીથી માલવાહક ગાડી નીકળી છે અને તે જુના જકાતનાકા થઈ મોરબી રોડના રસ્તેથી ભગવતીપરા તરફ જવાની છે.આ રિક્ષામાં કારગોના ભાગમાં ચોરખાનુ બનાવી દારૂૂ છુપાવી રખાયો છે.આ બાતમી મળતાં જુના મોરબી રોડ સીટી સ્ટેશન નજીક વોચ રાખી રિક્ષા પકડી લીધી હતી.

તેના ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ સાગરબાજુમાઈ માવલા (ઉ.વ.૩૨-૨હે. ભગવતીપરા મેઈન રોડ, બોરીયા સોસાયટી-૧) જણાવ્યુ હતું.રિક્ષામાં ઠાઠામાં ભંગારનો સામાન ભર્યો હતો.તેને આઘો પાછો કરી જોતાં ખાખી ક્લરના ગોડફાધર લખેલા ત્રણ બોક્સ મળી આવ્યા હતાં.આ બોક્સમાંથી ૭૨ બિયર ટીન મળ્યા હતાં.તેમજ રિક્ષામાં હેન્ડલવાળી જગ્યાએ જોતાં તેમાંથી વિદેશી દારૂૂની નાની મોટી બોટલો નંગ ૪૦ મળી હતી.કુલ ૨૭,૨૦૦નો દારૂૂ બીયર મળતાં તે અને ૫૦ હજારની રિક્ષા, મોબાઇલ મળી ૧,૦૧,૪૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.પુછતાછમાં સાગરે કહ્યું હતું કે,પોતાને આ દારૂૂનો જથ્થો ચોટીલાના નાની મોલડીના સોમકુ ગભરૂૂભાઈ ખાચરે આપ્યો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પીઆઈ સંજયસિંહ. એમ.જાડેજા,પીએસઆઈ કે. ડી. મારૂૂ, હેડકોન્સ રાજેશભાઈ બાળા,ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ. પંકજભાઈ માળી, વિશ્ર્વજીતસિંહ ઝાલા, ભાનુશંકર ધાંધલા, રાજદિપભાઈ પટગીર સહિતની ટીચે આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં કુવાડવા પોલીસની ટીમના સંજયભાઈ મિયાત્રા, પીએસઆઈ એચ. એચ. કુંભારવાડીયા અને જયપાલભાઈને બાતમી મળી હતીકે નવાગામ દિવેલીયાપરા સ્મશાન ની સામેની શેરીમાં ખુલ્લા પ્લોટમાં સફેદ રંગની આઈ-૨૦ કારમાં દારૂૂનો જથ્થો લઈને એક શખ્સ ઉભો છે. આ બાતમી પરથી ટીમે ત્યાં પહોંચી કારમાં તપાસ કરતાં એક શખ્સ બેઠો હોઈ તેને સકંજામાં લઈ પુછતાછ કરતાં પોતાનું નામ ગૌતમ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.૨૪-રહે. નવાગામ રંગીલા સોસાયટી, નવીન રેસીડેન્સી રઘુવીર ડેલા પાસે) જણાવ્યું હતું. કારમાં તલાસી લેતા ૩૨ ૫૦૦ની ૬૫ દારૂૂની બોટલો મળતા ગુનો નોંધી દારૂૂ અને ૩ લાખની કાર અને મોબાઈલ મળી કુલ ૩,૩૫, ૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેણે પુછતાછમાં ચોટીલાના હિતેશ ધોરીયાએ દારૂૂ આપ્યાનું કહેતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ત્રીજા દરોડાયાં આજીડેમ પોલીસની ટીમ દારૂૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારેકોન્સ હરપાલ સિંહ જાડેજાઅને હેડકોન્સ પિયુષભાઈ શીરોડીયા તથા ગોપાલભાઈ બોળીયાને બાતમી મળી હતી કે કોઠારીયા રોડ પિતૃકૃપા ઓફિસ નજીક સફેદ રંગની અલ્ટો કાર ગઇ છે અને તેમાં દારૂૂ ભરેલો છે.આથી ટીમેં જગ્યાએ પહોંચતા સફેદ રંગની અલ્ટો કાર હતી.તેમાં કોઈ હાજર ન હોઈ અંદર તપાસ કરતા રૂૂા.૨૧,૬૦૦ની બોટલો મળી આવી હતી.તેમજ કાર ચાલકની શોધખોળ શરૂૂ કરી હતી.ચોથો દરોડામાં માંડાડુંગર નજીક શ્યામ કિરણ સોસાયટી-૧માં રહેતાં કરણ મોહનભાઈ ખુમાણના ઘરમાં દારૂૂનો જથ્થો છુપાવાયો છે.

આ માહિતી પરથી ત્યાં પહોંચી કરણના નામની બૂમ પાડવામાં આવી હતી.પણ તે બહાર ગયો હોવાનું કહેવાતાં અને એક બહેન બહાર આવતાં તેની પુછતાછ કરતાં પોતાનું નામ સેજલ ગોહનભાઈ ખુમાણ (ઉ.વ.૨૦) જણાવતાં પોલીસે તેને ઓળખ આપી ફળીયામાં હોલમાં તપાસ કરી હતી.પરંતુ કંઈ મળ્યું નહોતું.બાદમાં નવેરામાં તપાસ કરતાં એક કોથળામાંથી દારૂૂના ચપલા ૯૨ મળી કુલ રૂૂા. ૧૬,૪૦૦નો દારૂૂનો જથ્થો કબ્જે કર્યો હતો.