ચૂંટણી અધિકારી આશિષકુમાર અને મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજય વર્ગીયએ મતદારોને મતદાન કરવા કરી અપીલ

  • શહેરામાં 286 મતદાન મથક ખાતે આજે મંગળવાર ના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાશે.

શહેરા, પંચમહાલ લોકસભા બેઠક ની ચુંટણી ને લઈને તંત્ર સજજ બનીને ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી. જ્યારે શહેરા ખાતે યોજાનારી ચુટણી નો 286મતદાન મથક નો સ્ટાફ ઇ વી એમ મશીન અને ચૂંટણીલક્ષી જરૂરી સાધનસામગ્રી સાથે રવાના થયો હતો. જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજય વર્ગીય દ્વારા સાતમી ના રોજ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણીને લઈને તંત્ર સજજ બન્યું હતું. 7 મેના રોજ યોજાનાર ચૂંટણીમાં 2109 મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે. જ્યારે શહેરા સરકારી વિનયન કોલેજ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજયવર્ગીય દ્વારા ચૂંટણીલક્ષી ફરજ બજાવનાર સ્ટાફને જરૂરી માર્ગદર્શન પણ આપવામા આવ્યુ હતુ. મતદાન મથક નો સ્ટાફ ઇવીએમ મશીન સહિતની ચૂંટણીલક્ષી સાધન સામગ્રી સાથે ફાળવેલા મતદાન મથકો ઉપર જવા રવાના થવા સાથે આ ચૂંટણીમાં સખી મતદાન મથક તેમજ દિવ્યાંગ મતદાન મથકો પણ ઊભા કરવામાં આવ્યા છે.7મી ના રોજ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બનવા સાથે ચૂંટણી અધિકારી આશિષકુમાર અને મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજય વર્ગીય એ તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ વખતની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા વધુ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં કુલ 2109 પોલીંગ સ્ટેશન છે જેમાં 233 અર્બન અને 1876 ગ્રામ્ય છે જેમાં 533 ક્રિટિકલ અને 1574 નોન ક્રિટિકલ છે તે સાથે આ લોકસભાની ચૂંટણીમાં એસઆરપી , સી.આઈ.એસ.એફ , પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, માઈક્રો ઓબ્ઝર્વર અને વેબ કાસ્ટિંગ કાર્યરત રહી પોતાની કામગીરી બજાવશે જોકે ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે મતદાન મથક પર મતદારોની અવરજવર ઓછી જોવા મળે તેવી શક્યતાઓ પણ રહેલી છે.