ચૂંટણીના પડઘમઅને પક્ષ-વિપક્ષની તૈયારી

ચૂંટણીઓમાં હંમેશાં રાજકીય પક્ષોની જીત-હારને લઈને જનતામાં કુતૂહલ રહે છે. પરંતુ શું લોક્સભા ચૂંટણી ૨૦૨૪નું પરિણામ સુનિશ્ર્ચિત છે? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના નેતૃત્વવાળા એનડીએની જીતને લઈને આશ્ર્વસ્ત છે? શું વિપક્ષી ગઠબંધનની હાર નક્કી છે? આવું કહેવું બહુ ઉતાવળું ગણાશે. નિશ્ર્ચિત વિજયની હવાને કારણે ભાજપી કાર્યર્ક્તા અને તેના સમર્થક મતદારો એ કારણે ઉદાસીન થઈ શકે છે કે મોદી તો જીતી જ રહ્યા છે તો તેમના વોટથી શો ફરક પડવાનો છે? જ્યારે વિપક્ષો અતિ સક્રિયતા દેખાડીને પોતાની પાર્ટીને જીત સુધી ખેંચી જઈ શકે છે, પરંતુ શું મોદી અને ભાજપ આ બધાથી અજાણ છે? આખરે કેવી છે સત્તારૂઢ અને વિપક્ષી ગઠબંધનની રણનીતિઓ, પડકારો, મુદ્દા અને હાર-જીતની સંભાવનાઓ?

ગયા વર્ષે ૧૮ જુલાઇએ વિપક્ષોના ઇન્ડી ગઠબંધનની રચના થઈ. એવું લાગ્યું કે મોદી સરકારે ચૂંટણીમાં સશક્ત વિપક્ષનો સામનો કરવો પડશે, પરંતુ કોઈ સંયુક્ત વિચારધારા, કોમન મિનિમમ પ્રોગ્રામ, સંગઠનાત્મક વ્યવસ્થા, સ્પષ્ટ નેતૃત્વ અને સીટ વહેંચણીના ગઠબંધન પર પ્રશ્ર્નચિહ્ન લાગી રહ્યા હતા. સાત મહિના બાદ ગઠબંધનમાં તિરાડો અને ખેંચતાણ જોવા મળી રહી છે. તેમની પાસે ‘મોદી હટાઓ’ જેવો એકમાત્ર નકારાત્મક મુદ્દો છે. વિપક્ષ પંજાબના ખેડૂતોને ઉશ્કેરીને એમએસપીને મુદ્દો બનાવવાની કોશિશ કરી, પરંતુ શું માત્ર પંજાબના મોટા ખેડૂતો આંદોલન કરે છે? શું દેશના અન્ય ખેડૂતોને કોઈ સમસ્યા નથી? માત્ર પંજાબના ખેડૂતો જ વારંવાર આંદોલન કેમ કરે છે? પછી આંદોલનની રીતભાતો શું લોક્તાંત્રિક અને શાંતિપૂર્ણ છે? આ પ્રશ્ર્નોને કારણે જ ખેડૂત સંગઠનો અને વિપક્ષે આ મુદ્દે જનસમર્થન નથી મળી રહ્યું. ત્યાં જ મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ, ખેતી અને ઔદ્યોગિક વિકાસ, યુવાઓના સ્વરોજગાર, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તીકરણ તથા ‘સબકા સાથ – સબ કા વિકાસ’ને પોતાની સમાવેશી રાજનીતિનો સકારાત્મક મુદ્દો બનાવ્યો છે. વડાપ્રધાન મોદીએ વિશ્ર્વભરમાં ભારતનું માન વધાર્યું છે અને દુશ્મન પડોશી દેશ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર લગભગ એકલું પાડી દીધું છે.

મોદી વિરોધ અને મોદી હટાવોના લ-ય માટે એવી રણનીતિની માંગ હતી કે દરેક રાજ્યમાં એનડીએ અને ઇન્ડી ગઠબંધનનો સીધો મુકાબલો થતો દેખાય, પરંતુ એવું થતું નથી દેખાઈ રહ્યું. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને બિહારમાં રાજદ કોંગ્રેસને બેહદ સીમિત સીટો આપવા માંગે છે. આપે કોંગ્રેસ સાથે દિલ્હી અને કેટલાક રાજ્યોમાં તો ગઠબંધન કરવામાં આવ્યું છે, પરંતુ પંજાબમાં નહીં. સપાએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને માત્ર ૧૭ સીટો લડવા માટે આપી છે. તેની અવગણના કરીને કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ગૂંચવાયેલી છે. સંભવત: કોંગ્રેસ આ ચૂંટણી જીતવા કરતાં વધુ ભવિષ્યની ચૂંટણીઓ અને રાહુલના નેતૃત્વને સ્થાપિત કરવા પર યાન કેન્દ્રિત કરી રહી છે, પરંતુ જો કોંગ્રેસને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાનું વજૂદ બચાવવું હોય તો તેણે ગઠબંધનનો માર્ગ છોડીને આખા દેશમાં એકલા ચૂંટણી લડવી પડશે, જે તેની રાષ્ટ્રીય ઓળખને જાળવી રાખશે અને દરેક લોક્સભા ચૂંટણી ક્ષેત્રમાં તેને સંગઠનાત્મક આધાર અને નેતૃત્વ આપશે. ગઠબંધનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સપાની ચૂંટણી રણનીતિ કમજોર છે. અખિલેશ યાદવ પહેલાં પણ ગઠબંધનના પ્રયોગ કરી ચૂક્યા છે, પરંતુ તેમને કશામાં કોઈ ખાસ સફળતા નથી મળી. તેમને સર્વાધિક સફળતા ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં મળી, જેમાં સપા ગઠબંધનને લગભગ ૩૬ ટકા વોટ મળ્યા, જ્યારે ૨૦૧૭માં સપાને માત્ર ૨૧.૮૨ ટકા અને ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં ૧૭.૯૬ ટકા વોટ મળ્યા હતા. એવામાં સવાલ ઊઠે છે કે અખિલેશે એ ગઠબંધન મોડેલ કેમ પસંદ કર્યું, જેમાં તેમને ઓછા મત મળે? બંગાળમાં મમતા બેનર્જીની રણનીતિ સૌથી કારગત છે, કારણ કે તેઓ પોતાની રાજકીય જમીન પર કોઈ સહયોગી પક્ષને હાથ નથી મૂકવા દેતાં. અરવિંદ કેજરીવાલ પણ મમતા બેનર્જી જેટલા જ ચાલાક છે. પંજાબમાં તેઓ કોંગ્રેસને કોઈ ભાવ નથી આપવા માગતા, જ્યાં તેમની પાર્ટી અપેક્ષાકૃત બહેતર સ્થિતિમાં છે.

ઇન્ડી ગઠબંધનથી વિપરીત વડાપ્રધાન મોદી ન માત્ર પોતાની હાલની સીટો પર પકડ મજબૂત કરવાની તનતોડ કોશિશ કરે છે, બલ્કે તમિલનાડુમાં પણ કર્ણાટક જેવો પ્રયોગ કરવા માગે છે. સંભવત- તેમણે અન્ય દિક્ષણ ભારતીય રાજ્યોમાં ભાજપની પહોંચ વધારવાનું સૂત્ર પણ શોધી લીધું છે. કર્ણાટકની વિધાનસભા ચૂંટણીઓ (૨૦૧૮ અને ૨૦૨૩)માં ભાજપને ૩૮ ટકા વોટ મળ્યા, જ્યારે ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં તેને રાજ્યમાં ૫૧.૩૮ ટકા મત મળ્યા હતા. એટલે કે કર્ણાટકમાં મોદી ફેક્ટર પ્રભાવી છે. શું આ પ્રભાવ હવે તમિલનાડુમાં પણ દેખાશે? જયલલિતા બાદ તમિલનાડુમાં અન્નાદ્રમુકના આધારમાં ઘટાડો થયો છે, જેનો લાભ ભાજપ ઉઠાવી શકે છે. ઓડિશામાં ભાજપનો જનાધાર મજબૂત છે. તેને ૨૦૧૯માં ત્યાં ૩૮.૩૭ ટકા મત મળ્યા. જો તેમાં થોડો પણ વધારો થઈ જાય તો તે વધુ બહેતર પ્રદર્શન કરી શકે છે. ઓડિશામાં ભાજપ અને બીજેડીની ચૂટણી રણનીતિઓ લગભગ સમાન છે. ભાજપ રાષ્ટ્રીય ધામક્તા, તો નવીન પટનાયક સ્થાનિક ધામક્તાને મહત્ત્વ આપે છે. ઓડિશામાં સ્થાનિક દેવી-દેવતાઓની ઘણી માન્યતા છે. તેને ‘પ્રમોટ’ કરવાનો અને પિતા બીજૂ પટનાયકના વારસાનો લાભ નવીન પટનાયકને મળતો રહ્યો છે.