ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ – લોકસભા સામાન્ય ચુંટણી 2024: નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના રમતવીરોના વાલીઓએ અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી

  • જીલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં બેટરી ટેસ્ટ દરમિયાન મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

નડીયાદ,નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જીલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં બેટરી ટેસ્ટ દરમિયાન રમતવીર બાળકોના વાલીઓએ મતદાન જાગૃતિ અંતર્ગત અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી.

નોંધનીય છે કે, જીલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં 9 થી 11 વર્ષના બાળકોની હાઈટ, વેઇટ અને દોડ વગરે માપદંડો ચકાસીને જીલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ લેવામાં આવી હતી. આ બેટરી ટેસ્ટમાં ફોરવર્ડ બેન્ડ, શટલ રન, મેડિશીનલ બોલથ્રો અને 800 મીટર દોડ વગેરે ચકાસવામાં આવે છે.

આ કાર્યક્રમમાં રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ, રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથિયા સહિત રમતવીરો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.