ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ: પંચમહાલ જીલ્લો: ECI દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન ઉપલબ્ધ કરાવી અનેક સમસ્યાઓનું આંગળીના ટેરવે કર્યુ છે : સમાધાન

  • KYC, Saksham તથા VHA જેવી એપ્લીકેશન્સ છે, દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી.
  • મતદારોની તમામ સમસ્યાઓનું ડિજીટલ સમાધાન એટલે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન(VHA)

ગોધરા,પંચમહાલ જીલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. દેશભરમાં લોકસભા ચૂંટણીનું જુદા જુદા તબક્કાઓમાં આયોજન થયું છે. લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી થવા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને નવા મતદારોમાં ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર(BLO) જેવા ઘણા પ્રશ્ર્નો ઉદભવતા હોય છે. ECI દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન્સ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જે પૈકી KYC, Saksham, તથા VHA જેવી એપ્લીકેશન્સ દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી સાબીત થાય છે.

આ એપ્લિકેશન માંથી એક છે-વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલોનું ડિજીટલ સમાધાન અને સમસ્યાઓનું ’વન સ્ટોપ સોલ્યુશન’ છે.