ચોટીલા,
પ્રસિધ યાત્રાધામ ચોટીલા મંદિર ઉડાવી દેવાનુ ષડયંત્ર રચનારા બે આતંકીને ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહત્વનુ છે કે ચોટીલા મંદિર સહિત સૌરાષ્ટ્રના મંદિરોમાં લોન વુલ્ફ એટેક કરવાનું ષડયંત્ર રચનારા બે આતંકીઓને કોર્ટ આ સજા ફટકારી છે. સ્પેશ્યલ એનઆઇએ કોર્ટ બે સગા ભાઈ વસીમ અને નઈમને ૧૦ વર્ષની સજા સંભળાવી છે.
આ બંને ભાઈઓસિરિયામાં આઇએસઆઇએસના સંપર્કમાં આવ્યા હતા,અને બંને એ આંતકીઓ પાસેથી બોમ્બ બનાવાની સામગ્રી, ઉશ્કેરણીજનક સાહિત્યના નક્કર પુરાવા હાથ લાગ્યા છે.આપને જણાવી દઈએ કે, ગુજરાતનો આ પહેલો કેસ છે જેમાં બંને આતંકી ભાઈઓને સજા થઈ હોય.