ચોટીલા, ચોટીલા ચામુંડા તળેટી પંથકમાં ભિક્ષાવૃત્તિ કરતા કિન્નરો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે માથાકૂટ થતા કિન્નરો હાઇવે રોડ ઉપર રસ્તારોકો કરતા પોલીસ દોડી આવી હતી અને મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.
સમગ્ર મામલે કિન્નર અગ્રણી પરી દે એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે તેઓ વર્ષો થઈ ચામુંડા મંદિરે ભીક્ષાવૃતિ કરી છે ગુજરાન ચલાવે છે આ સમયે સિક્યુરિટી ગાર્ડ ડંડા ધોકા મારી ગાળો આપી ભગાડે છે. તેઓ કોઈને હેરાન કરતાં નથી ભીક્ષા જ માંગે છે તેમને જલીલ કરી બહાર કાઢી મુક્તા હોવાનું તેમજ ગાર્ડ પૈસાની માંગ કરતા હોવાનો આક્ષેપ કરી તેમને ન્યાય આપવાની માંગ કરેલ છે.
બુધ પૂર્ણીમાનાં દિવસે ગાર્ડ માથાકૂટ થતા ૧૦ થી વધુ કિન્નરો હાઇવે રોડ ઉપર પહોચી ગયા હતા અને રસ્તા રોકો રોષ વ્યક્ત કરતા પોલીસ દોડી આવેલ હતી અને સમજાવી થોડા સમયમાં વાહાન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને તમામની આ મામલે અરજી લઇ મામલો હાલ પુરતો થાળે પાડ્યો હતો.