છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી છે કે એક વાદળી કલરની આઇસર ગાડી આર નંબર.રજી.ઓ.ટી.GJ-06-YY-7612 નીમાં ડોલોમાઇટ પાવડરની આડમાં સંતાડી ભારતીય બનાવટનો વગર પરમીટે વિદેશી દારુ ભરીને સુરખેડાથી થી છોટાઉદેપુર થઈને તેજગઢ બાજુ જનાર છે વિગેરે મતલબની બાતમી હકીકત મળતાં રંગપુર નાકા વોચમાં ગોઠવાઇ ગયેલ થોડા સમય બાદ વર્ણનવાળી આઇસર ગાડી આવતા તેને રોકવા હાથ વડે ઇશારો કરતા તેને પોતાના કબ્જાની ગાડી થોડે દુર જઈને ઉભી રાખે તેના ચાલકને નિચે ઉતારી ઇસમનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ કુવરસિંગ લક્ષ્મણભાઇ રાઠવા ઉ.વ.૩૨ રહે.કટારવાંટ બારીયા ફળીયુ તા.જી.છોટાઉદેપુર નાઓ હોવાનુ જણાવેલ જેથી સદર ગાડીમાં જોતાં તેમાં ડોલોમાઇટ પાવડરની આડમાં છે,
ભારતીય બનાવટનો વિદેશી દારુની બિયર,કવાર્ટરીયા, કાચની ખાખી પુઠાની પેટીઓ ભરેલ મળી આવેલ હોય જેથી આઇસર ગાડીમાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર, કવાર્ટરીયા મળી કુલ બોટલો નંગ-૨૭૮૦ કિં.રૂ.૩,૯૧,૦૦૦/-તથા પ્રોહી મુદામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લિધેલ તથા આઇસરની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- ને પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.