
ગરબાડા,ગરબાડા તાલુકામાં ચોમાસાનીમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે તાલુકાના વિવિધ ગામોમાં કુલ 134 જેટલા કાચા પાકા મકાનો ધરાશાઈ થવાની ધટનાઓ બની હતી . જેનું તમામ ગ્રામ પંચાયતોના ત.ક. મંત્રી દ્વારા પંચકેસ કરીને તાલુકા પંચાયતને સહાય માટે દરખાસ્ત કરાતા તાલુકા પંચાયત દ્વારા આ તમામ લાભાર્થી ઓને વહેલી તકે સહાયની રકમ મળે તે દિશામાં કામગીરી કરી અને તારીખ 20મીના રોજ ગરબાડા તાલુકા પંચાયત દ્વારા 134 ધરાશાઈ થયેલા મકાનના લાભાર્થીઓના ખાતામાં રૂપિયા 12,67,700 સહાયના ચેક ઈનચાર્જ તાલુકા વિકાસ અધિકારી એમ.બી. પટેલ દ્વારા જમાં કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ હાલમાં થોડા દિવસ પહેલા જ દાદુર ગામે આકસ્મિક આગ લાગવાથી ત્રણ મકાનો બળી ગયા હતા. તે મકાન માલિકોને પણ રૂપિયા 26,000/-ના ચેક જીલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયતના પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા ચુકવવામાં આવ્યા હતા.