ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં ૭૦૦થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

  • સુરતમાં રોગચાળાથી વધુ બે લોકોના મોત થયા.

Ahmedabad : રાજ્યભરમાં ચોમાસા બાદ રોગચાળએ માથું ઉચક્યું છે. તો અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો ડબલ સીઝનના કારણે વાઈરલ ફીવરના કેસો વધ્યા છે. રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યાં છે.

અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળમાં ઝાડા ઉલ્ટીનાં 484 કેસ, કમળાના 192 કેસ અને ટાઇફોઇડના 447 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ વાઇરલ ફીવરના કેસો વધ્યા છે. જ્યારે કોલેરાના કેસોમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વધુ કેસ નોંધાયા છે.