ચોખાના સ્ટોક જાહેર કરવા બાબત

ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન, જાહેર વિતરણ અને ગ્રાહકસુરક્ષા વિભાગ ઘ્વારા ચોખાની સંગ્રહખોરીને નિયંત્રિત કરવા માટે સ્ટોક જાહેર કરવા અંગેસૂચના અપાયેલ છે. જે અનુસાર જીલ્લાના ચોખાના સ્ટોક હોલ્ડર્સ જેમ કે ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, બીગ ચેઈન રીટેઈલર્સ, પ્રોસેસર્સ કે અન્યને ભારત સરકારની વેબસાઈટ https://evegoils.nic.in/rice/login પર રજીસ્ટર કરવા અને તેમની પાસેના ચોખાના સ્ટોક નેમે.ટનમાં (M.T.) અઠવાડિક (દર શુક્રવારે) ઉકત વેબસાઈટ પર જાહેર કરવા જણાવેલ છે.

જ ેકોઈ સ્ટોક હોલ્ડરએ ઉપર મુજબનુ રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો તાત્કાલીક ભારત સરકારના ઉકત પોર્ટલ પર તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કોઈ સ્ટોક હોલ્ડર્સ પાસે નિર્ધારીત કરેલ ચોખાના સ્ટોક લીમીટ કરતા વધુ સ્ટોક જણાય તો તેમણે ભારત સરકારની વેબસાઈટ https://evegoils.nic.in/rice/login પોર્ટલ પર જથ્થો જાહેર કરવાનું નકકી થઈ આવેલ છે.

ઉપરોકત વિગતે દાહોદ જીલ્લાના અનાજના વેપાર સાથે સંકળાયેલ ટ્રેડર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, પ્રોસેસર્સને જણાવેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી સ્ટોક જાહેર કરવા જીલ્લા પુરવઠા અધિકારી દાહોદ દ્વારાઅખબારીયાદીમાંજણાવાયુંછે.