ચિત્તોડગઢ, રાજસ્થાનના ચિત્તોડગઢમાં ભગવાન ચારભુજા નાથની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું છે. એક ખાસ સમુદાય પર પથ્થરમારો કરવાનો આરોપ છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં શ્યામ છીપા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિની સ્થળ પર દુકાન હતી અને તે હાર્ટ પેશન્ટ પણ હતો.
ચિત્તોડગઢ જિલ્લાના રશ્મી પોલીસ સ્ટેશન વિસ્તારના પહુના ગામમાં દશમીના અવસર પર ભગવાન ચારભુજા નાથની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં સ્થિતિ તંગ બની ગઈ હતી. એક ખાસ સમુદાયના લોકો પર પથ્થરમારો કરવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રશ્મી સબડિવિઝન વિસ્તારના રશ્મી પોલીસ સ્ટેશન વિસ્તારના પહુના ગામમાં દશમી તિથિ પર ચારભુજા નાથની શોભાયાત્રા કાઢવામાં આવે છે.
આ યાત્રામાં ગ્રામજનો ઢોલ-નગારા સાથે ગામના વિવિધ માર્ગો પરથી પસાર થાય છે. મંગળવારે દશમી નિમિત્તે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દરમિયાન, જ્યારે ઝુલુસ નગરના મુખ્ય બજારમાં આવેલી દરગાહ પાસે પહોંચ્યું ત્યારે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો અને પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ નવીન જૈન ઘાયલ થયાના અહેવાલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિ શ્યામ છિપાનું મોત થયું છે. ગઈકાલે રાત્રે તેને ભીલવાડા રીફર કરવામાં આવ્યો હતો. રસ્તામાં જ વ્યક્તિનું મોત થયું હતું. તે હાર્ટ પેશન્ટ પણ હતો અને સ્થળ પર તેની દુકાન છે.