ચિત્રોડિય ગામની સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરવામાં આવી

દાહોદ, દાહોદ જીલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સર્વિસ અવારનવાર એમ્બ્યુલન્સમાં અને સ્થળ ઉપર સગર્ભાની પ્રસૂતિ કરવીને બાળક અને માતાની જીવ બચાવીને દેવદૂત સમાન સેવા આપી રહી છે. એજ શ્રેણીમાં એક કિસ્સો આજ રોજ પણ થયો હતો.

તારીખ 29/12/2023ના રોજ ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 ની મદદ લેવામાં આવી હતી. 108 ને જાણ થતાં જ નજીકની 108 એમ્બ્યુલન્સ મુવાડા ચોકડી 108ની ટીમ તાત્કાલિક ચિત્રોડીયા ગામે પહોંચી હતી. સ્થળ પર થી તાત્કાલિક સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ માં લઈ તેમને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ રવાના થય હતી. તે દરમિયાન વધારે પ્રસૂતિ દુખાવો થતો હતો અને 108ની Emergency Medical Technician અરવિંદભાઈ ખાંટ અને પાયલોટ કિર્તિપાલસિંહ રાઠોડને હોસ્પિટલ જતા રસ્તામાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડતા એમ્બ્યુલન્સ માં જ પ્રસૂતિ કરવી હતી. પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં ગર્ભ નાળ વીંટળાયેલી જાણતા બાળક ને શ્ર્વાસ લેવામાં અવરોધ કરી થઇ રહ્યું હતું. EMT અરવિંદભાઈ ખંતની સૂઝબૂઝ થી તેને બે આંગળી વડે સરકાવી અને તરત જ એક હાથના આંગળા દેખાય તેમ તેને ધીરેથી નીકાળી નોર્મલ ડિલિવરી કરાવી અને બાળકની ડિલિવરી કરવી હતી. જન્મ થાય બાદ નવજાત બાળક પણ રડતું ન હતું તો માતા અને બાળકને 108 ERCP લાઈનના ફિઝીસિયન ડોક્ટર રામાણીની સલાહ મુજબ સારવાર આપતા આપતા સરકારી હોસ્પિટલ ઝાલોદના ડોક્ટર કમલને બધી તકલીફ જણાવી બંને દાખલ કરવામાં આવ્યા હતા.