વિશ્વમાં ઉદ્ભવતા નવા કોરોના વાયરસનાં રહસ્યને ઉજાગર કરવા ચીન ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની ટીમને વુહાનમાં ડિસેમ્બર 2019 પહેલા કોરોના વાયરસ ફાટી નીકળવાના કોઈ પુરાવા મળ્યા નથી.
આ ઉપરાંત, ટીમ તે પ્રાણીને ઓળખવામાં પણ નિષ્ફળ ગઈ, જેના દ્વારા કોરોના વાયરસ મનુષ્ય સુધી પહોંચ્યો હતો. તેટલુ જ નહી WHO ટીમે વુહાનની લેબમાંથી વાયરસ નીકળવાની સંભાવનાને પણ નકારી દીધી છે. સત્તાવાર રીતે ડિસેમ્બર 2019 માં પ્રથમ વખત, વુહાનમાં કોરોના વાયરસનાં ચેપનાં કેસો નોંધાયા હતા અને તે પછી આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો.
સામાન્ય રીતે ચામાચીડિયામાં જોવા મળતા કોરોના વાયરસનાં કોઇ અન્ય પ્રાણી દ્વારા મનુષ્યમાં દાખલ થયો હોવાની આશંકા હતી અને આ કારણે વુહાનનું સીફૂડ માર્કેટ ચર્ચામાં રહ્યું હતું. કોરોનાનાં પ્રથમ જાણીતા કેસો આ બજાર સાથે સંબંધિત હતા. WHO ની ટીમે એમ પણ કહ્યું છે કે, તેમની તપાસમાં એ ખુલાસો થયો નથી કે વુહાન માર્કેટમાં કોરોના વાયરસનો ફેલાવો પ્રથમ હતો કે નહીં. વુહાન ફૂડ માર્કેટમાં વાયરસ વિશે કોઈ પૂર્વ ઇતિહાસ નથી. વુહાન માર્કેટ વિશે માત્ર એવી અટકળો થઈ રહી છે કે અહીં કોરોના વાયરસ સૌથી પહેલા ફેલાયો હતો અને પછી ધીમે ધીમે તે સમગ્ર વિશ્વમાં ફેલાયો. એકંદરે લગભગ 10 દિવસની તપાસ બાદ WHO એ ચીનને આ આરોપથી મુક્ત કરી દીધુ છે.