ચીનમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં ૧૯ લોકોના મોત થયા છે

બેઇજિંગ, દક્ષિણ-પશ્ર્ચિમ ચીનમાં રવિવારે વહેલી સવારે ખાણકામ કંપનીના કર્મચારીઓ માટેના એક ડોમટરીમાં ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સિચુઆન પ્રાંતના લેશાન કાઉન્ટીના પર્વતીય ગ્રામીણ જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું, જ્યાં કેટલાંક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શોધ અને બચાવ કામગીરીમાં ૧૮૦ થી વધુ લોકોને દબાવવામાં આવ્યા હતા. આ અભિયાન રવિવાર બપોર સુધી ચાલ્યું હતું. રાજ્યના પ્રસારણર્ક્તા સીસીટીવી અનુસાર, મોટાભાગના મૃતકો જિન્યુઆન માઇનિંગ કંપનીના કર્મચારીઓ હતા.