ચીને તૈયાર કરી દુનિયાની સૌથી ખતરનાક બંદૂક, ભારત બોર્ડર પર તહેનાત કરી કરી શકે છે

નવીદિલ્હી,ચીન તેના ગુપ્ત હથિયારો માટે જાણીતું છે. તે હંમેશા એવા શસ્ત્રો બનાવતો રહે છે, જેની કોઈને જલ્દી ખબર નથી પડતી. ચીનની સેના વિશ્ર્વની સૌથી શક્તિશાળી બંદૂકનું પરીક્ષણ કરી રહી છે. આ બંદૂક એટલી શક્તિશાળી છે કે તે ૩૫૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શેલ છોડી શકે છે. આ હથિયાર ભારતીય સરહદ પાસે તૈનાત હોવાનો ભય પણ સતાવી રહ્યો છે.

આ ચાઈનીઝ હથિયારની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના દ્વારા મિસાઈલ આકારના પ્રોજેક્ટાઈલ્સ પણ ફાયર કરી શકાય છે. શસ્ત્ર અત્યંત સચોટ છે અને જ્યારે હિટ થાય ત્યારે વિનાશક અસરો કરી શકે છે. ચીનની નૌકાદળ વિશ્ર્વની સૌથી શક્તિશાળી કોઇલ ગનનું પરીક્ષણ કરી રહી છે. તે એક વિશાળ ઈલેક્ટ્રોમેગ્નેટિક લોન્ચરથી સજ્જ છે, જેના દ્વારા તે લાંબા અંતરને ચોક્કસ રીતે નિશાન બનાવી શકે છે.

ચીની નૌકાદળના પરીક્ષણમાં ૦.૦૫ સેકન્ડમાં ૭૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લક્ષ્ય પર ૧૦૦ કિલો વજનનું અ છોડવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું અ પ્રક્ષેપણ છે. જો કે, આ હથિયારની સાઈઝ અને તે કેટલા અંતરથી હુમલો કરી શકે છે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.

કોઇલ ગન વડે એટલી વધુ ઝડપે લોન્ચ શેલ પર ઘણા કિલોમીટર સુધી હુમલો કરી શકાય છે. કોઇલ બંદૂક યુદ્ધને સંપૂર્ણપણે બદલી શકે છે. આના દ્વારા દુશ્મનના ઠેકાણાઓને ખૂબ જ સરળતાથી નષ્ટ કરી શકાય છે. કોઇલ ગન મિસાઇલ લોન્ચ કરવા અને ઉપગ્રહોને અવકાશમાં મોકલવામાં સક્ષમ છે. ચીન લાંબા સમયથી આ પ્રકારના હથિયાર તૈયાર કરી રહ્યું છે.

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ હજુ પણ અકબંધ છે. ચીને પણ સરહદ પર ભારે તૈનાતી કરી છે. આધુનિક શસ્ત્રો અને સૈનિકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તેના જવાબમાં ભારતે માત્ર સરહદ પર તૈનાતી વધારી નથી, પરંતુ ઘણા આધુનિક હથિયારો પણ તૈનાત કર્યા છે. આ જ કારણ છે કે આવનારા સમયમાં ચીન એલએસી પર કોઇલ ગન તૈનાત કરી શકે તેવી આશંકા વધી રહી છે.