બીજિંગ,
અમેરિકામાં જોવા મળી રહેલાં જાસૂસી બલૂનને સેનાએ તોડી પાડ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઇડેનના આદેશ પછી આ એક્શન લેવામાં આવ્યા છે. બલૂનનો કાટમાળ દરિયામાં જ પડે, જેનાથી સામાન્ય લોકોને નુક્સાન ન થાય તેવો પ્લાન સેનાએ બનાવ્યો હતો. દરિયામાંથી કાટમાળ બહાર કાઢવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.૩ ફેબ્રુઆરીના રોજ પેંટાગનના બ્રિગેડિયર જનરલ પેટ રાઇડરે કહ્યું હતું- અમને રિપોર્ટ્સ મળી રહ્યા છે કે એક અન્ય બલૂન લેટિન અમેરિકા તરફ આવી રહ્યું છે. અમારો અંદાજો છે કે આ એક અન્ય જાસૂસી બલૂન છે, જે ચીનનું જ છે. તે પછી ચીન વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું- ચીને ક્યારેય કોઈ દેશની સીમા કે એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું નથી. અમેરિકાના થોડા નેતા અને મીડિયા આ ઘટનાની આડમાં ચીનની છાપ બગાડવાની કોશિશ કરી રહ્યા છે. આ મામલાને શાંતિથી ઉકેલવો જોઈએ.
બલૂનને શરૂઆતમાં ૨૮ જાન્યુઆરીએ અમેરિકાના એરપોર્ટ ઝોનમાં પ્રવેશ કરતા જોવા મળ્યું હતું. તે પછી તેને મોંટાના ક્ષેત્રમાં ઊડતું જોવા મળ્યું. આ અમેરિકાનું એક ન્યૂક્લિયર મિસાઇલ ક્ષેત્ર છે. સેનાને શંકા હતી કે બલૂન જાસૂસી કરી રહ્યું છે. અહીંની જાણકારીઓ ચીન સુધી પહોંચાડે છે. આ કારણે તેના ઉપર નજર રાખવામાં આવી રહી હતી.બલૂનને તોડવામાં આવ્યું તે પહેલાં ૩ એરપોર્ટને બંધ કરવામાં આવ્યાં હતાં અને એરસ્પેસ પણ બંધ રહ્યું. બાઈડેને કાર્યવાહી માટે સેનાને શુભકામનાઓ પાઠવી.
અમેરિકાએ કોઈ ચોક્કસ જાણકારી આપી નથી કે ચીનના બલૂનની સાઇઝ કેટલી મોટી છે. જોકે, તેની જાણકારી મેળવવા માટે મિલિટરીએ પોતાના ૨ હ્લ-૨૨ ફાઇટર જેટ તેની પાસે મોકલ્યા. તે પછી છમ્ઝ્ર ન્યૂઝને એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બલૂન ત્રણ બસ જેટલું મોટું છે. ત્યાં જ, પેંટાગનના પ્રવક્તા પેટ રાઇડરે કહ્યું- બલૂન સિવિલિયન એર ટ્રાફિક ઉપર છે એટલે હાલ અમે બલૂનને નષ્ટ કરવા અંગે કે નીચે પાડવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
આ બલૂન થોડા દિવસ સુધી અમેરિકાના એક સ્પેસમાં જ રહેશે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે જનરલ રાઇડરે કહ્યું કે તેના લોકેશનની જાણકારી સામાન્ય લોકો સામે જાહેર કરવામાં આવશે નહીં. જોકે, તેમણે એવું પણ જણાવ્યું કે આ બલૂન હાલ અમેરિકાના સેન્ટરમાં છે અને પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.
અમેરિકામાં ચીનનું જાસૂસી બલૂન આવવાથી બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક ક્રાઇસિસ એટલે કૂટનીતિક સંકટ પેદા થઈ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાના ફૉરેન મિનિસ્ટર એન્ટની બ્લિંકને પોતાની ચીન ટૂરને રદ કરી દીધી છે. તે રવિવારથી બે દિવસ સુધી ચીનને મુલાકાતે જવાના હતા.
બીજી બાજુ, ચીને શુક્રવારે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું કે જેને અમેરિકા ગુપ્ત જાણકારી એકઠી કરનાર જાસૂસી બલૂન જણાવી રહ્યું છે તે માત્ર એક સિવિલિયન એરશિપ છે, જે પોતાના માર્ગથી ભટકી ગયું છે. તેનો ઉપયોગ માત્ર વાતાવરણની જાણકારી માટે થાય છે.જેના જવાબમાં અમેરિકી ઓફિસરે કહ્યું- જો આ સિવિલિયન બલૂન છે તો તે ૬ હજાર કિલોમીટર દૂર મોંટાના સુધી કઈ રીતે અને કેમ પહોંચ્યું. પેંટાગને કહ્યું- તેને અમેરિકામાં જાસૂસી માટે મોકલવામાં આવ્યું હતું.
પૂર્વ અધિકારી માઇકલ પી મુલરોના જણાવ્યા પ્રમાણે બલૂન એવું કશું જ કરવામાં સક્ષમ નથી જે કોઈ અન્ય સાધન જેમ કે સેટેલાઇટ પહેલાંથી આપી રહ્યું નથી. બંને પાસે અનેક સેટેલાઇટ છે જે પહેલાં જ સંપૂર્ણ સૂચનાઓ પ્રાપ્ત કરી રહ્યાં છે.સેન્ટર ફોર સ્ટૈટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના જણાવ્યા પ્રમાણે ૨૦૦૦ પછી અમેરિકામાં ચીન તરફથી જાસૂસીની ૧૬૦ ઘટનાઓ સામે આવી છે. ચીને મોબાઈલ ટાવર્સ ઉપર હુવાવેના જાસૂસી ડિવાઇસ લગાવવાનું ષડ્યંત્ર રચ્યું હતું. ગ્રામીણ વિસ્તારને ટાર્ગેટ બનાવીને ત્યાં પોતાના ડિવાઇસ લગાવ્યા હતાં. જ્યારે સેના બેઝ તરફ આગળ વધ્યા ત્યારે ગુપ્ત એજન્સીઓએ કાર્યવાહી હાથ ધરી.
ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ગુરુવારે જ ફિલિપીન્સમાં સૈન્ય બેઝ વધારવાનો નિર્ણય લીધો હતો. રક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે ચીની સેનાને ઘેરી લેવા અને તાઈવાન પર હુમલાની સ્થિતિમાં કાર્યવાહી કરવા માટે આ જરૂરી છે. અગાઉ અમેરિકા સહિત વિશ્ર્વમાં ચીને આવાં પોલીસ સ્ટેશનો ઊભાં કર્યાં છે જે તેના નાગરિકોની જાસૂસી કરે છે.