ચીનથી ભારત આવી Appleની 8 ફેક્ટરીઓ

 લદાખમાં (Ladakh)ભારત અને ચીન (India-China)વચ્ચે સરહદ પર છેલ્લા ચાર મહિનાથી તણાવ યથાવત્ છે. ચીનની ચાલબાજી આખી દુનિયાને ખબર છે. આવા સમયે ઘણા મોટા અને મહત્વના દેશ અમેરિકા, બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયા ભારત સાથે ઉભા છે. દક્ષિણ એશિયામાં ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravishankar Prasad) જણાવ્યું કે એપલની (Apple)આઠ કંપનીઓ ચીનને છોડીને ભારત આવી ગઈ છે. ભારત (India)ઉત્પાદનનું હબ બની રહ્યું છે.

રવિશંકર પ્રસાદે એનઆરઆઈ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીતમાં જણાવ્યું કે અમેરિકા, બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ સમર્થન આપ્યું છે. ભારત મોટા વિનિર્માણ કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યું છે અને ગ્લોબલ મેન્યુફેક્ચરર ઇકોસિસ્ટમ એ અનુભવી રહ્યું છે કે તેની ચીન સિવાય અન્ય સ્થાનો ઉપર પણ હોવું જોઈએ. મને જાણકારી મળી છે કે એપલ કંપની લગભગ 8 ફેક્ટરીઓને ચીનથી ભારતમાં સ્થાનાંતરિત કરી ચૂકી છે.

રવિશંકર પ્રસાદે આગળ કહ્યું કે જ્યારે લદાખમાં ચીન સાથે કાંઇક બને છે તો આપણા પ્રધાનમંત્રી હંમેશા દ્રઢતાથી ઉભા રહ્યા અને હંમેશા એ વાત જ કહી કે ભારત ક્યારેય પણ પોતાની સંપ્રભુતા સાથે કોઈપણ સમજુતી કરશે નહીં. ભારતના આ સાહસિક વલણનો અમેરિકા, બ્રિટન, જાપાન અને અમેરિકાએ પણ સાથ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પૂર્વ લદ્દાખ સ્થિત પૈંગોંગ (Eastern Ladakh)ઝીલના દક્ષિણ કિનારા પર સ્થિત ભારતની વિસ્તાર પર કબજા માટે ચીન દ્વારા 29 અને 30 ઓગસ્ટે કરેલા અસફળ પ્રયત્નના કારણે ફરી એક વખત તણાવ વધી ગયો છે.ભારતે પૈંગોગ (Pangong)ઝીલના દક્ષિણમાં રણનીતિક રુપથી મહત્વની ઘણી ઉંચાઈઓવાળા સ્થાન પર મુસ્તૈદી વધારી દીધી છે. ચીનની ઘુસણખોરીના પગલે ભારતે વધારાના જવાનોને મોકલ્યા છે અને સંવેદનશીલ વિસ્તારમાં હથિયારો ગોઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *