બીજીંગ, ચીનમાં એક નોંધનીય વલણમાં અસંખ્ય યુવાન વ્યવસાયિકો પોતાની સ્થિર અને સારા પગાર ધરાવતી નોકરીઓમાંથી રાજીનામા આપીને પરંપરાગત લગ્ન સમારંભોની યાદ અપાવે તેવી શાનદાર પાર્ટી આપીને ઉજવણી કરી રહ્યા છે.
ચીનના પડકારરૂપ આર્થિક વાતાવરણ અને યુવા બેરોજગારીના વધતાં જતાં દર છતાં પણ ૨૦ વર્ષની વયની વ્યક્તિઓ ઓછા પગાર અને બર્નઆઉટ જેવા કારણોસર હોદ્દા છોડી રહ્યા છે, તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે. ચાઈનીઝ સ્પેશિયલ મીડિયામાં આ રાજીનામું આપનારા પક્ષો વીશેની પોસ્ટનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નેટવર્કિંગ પ્લેટફોર્મ માઇમાઇના અનુસાર ૨૦૨૨માં વિવિધ ક્ષેત્રમાં સર્વેક્ષણ કરાયેલાં ૨૮ ટકા કર્મચારીઓએ રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત જેવો નોકરી છોડવા માંગતા હતાં પરંતુ હજુ સુધી એવું કર્યું નથી તેવા લોકોની સંખ્યા પણ બમણી થઈ હતી. રિપોર્ટ અનુસાર વધારે કામ કરતાં યુવાન વ્યક્તિઓમાં નિરાશાની ઊંડી ભાવનામાંથી અસંતોષ ઉદ્ભવે છે, જેમણે તીવ્ર શૈક્ષણિક સ્પર્ધા અને માતાપિતાની ઉચ્ચ અપેક્ષાઓનો સામનો કર્યો હોય છે.
આ રિપોર્ટમાં લિયાંગના અનુભવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેણે ચીનમાં તેમની બેન્કિંગ નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. લિયાંગના મિત્રોએ તેના માટે એક પાર્ટી આપી હતી અને લાલચટક બેનર હેઠળ લિયાંગની છાતી પર એક ફુલ પિન કર્યું હતું, જેમાં લખ્યું હતું કે અમે આ બૂલશીટ કામ પૂર્ણ કરી લીધું છે. આ રિપોર્ટમાં વ્યક્તિની ઓળખને ગુપ્ત રાખવા માટે લિયાંગ માટે ઉપનામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે હું મિકેનાઇઝડ, પુનરાવર્તિત કામમાં પડયો હતો અને તેણે મારી ઘણી શક્તિઓનો ખર્ચ કર્યો હતો.