બીજીંગ, ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ છે. બંને વચ્ચે સંઘર્ષ અને તણાવ છે. ચીન આંખો બતાવી રહ્યું છે અને તાઈવાન પણ તેને બરાબરનો જવાબ આપી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે પ્રાદેશિક શાંતિ જોખમાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી ચીને તાઈવાનની આસપાસ ૩૦૦ ફાઈટર જેટ અને અનેક યુદ્ધ જહાજ મોકલ્યા છે. તાજેતરના ઘટનાક્રમમાં, સરહદ પર તાજેતરના તણાવનું કારણ દર વખતની જેમ, તાઈવાનની અમેરિકા સાથેની નિકટતા કહેવામાં આવી રહી છે.
‘તાઈવાન ટાઈમ્સ’ના અહેવાલ અનુસાર, તાઈવાનના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલયએ છેલ્લા બે દિવસથી ચીનના ૨૬ સૈન્ય વિમાન અને ૭ નૌકા જહાજોને ટ્રેક કરવાનો દાવો કર્યો છે. સંરક્ષણ વિભાગના આ અહેવાલ મુજબ, સતત બડબડ કરી રહેલા ચીને ગુરુવારથી શુક્રવાર સુધી પોતાના ફાઈટર જહાજો પર નજર રાખી છે.
એમએનડીના તાજા નિવેદન મુજબ દુશ્મન દેશની સેના અમને ઉશ્કેરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ (પીએલએએએફ) ના કેટલાક ફાઇટર જેટ અને ચીની નૌકાદળના યુદ્ધ જહાજોને અમારી સરહદ નજીક ટ્રેક કરવામાં આવ્યા હતા. શોધાયેલ એરક્રાફ્ટમાંથી તેર એ મધ્ય રેખાને ઓળંગી હતી અથવા તાઇવાનના એર ડિફેન્સ ઝોનના દક્ષિણપશ્ર્ચિમ અને પૂર્વમાં પ્રવેશ કર્યો હતો. આ એરક્રાફ્ટમાં હાબન બીઝેડકે-૦૦૫ રિકોનિસન્સ ડ્રોન, ૫ શેનયાંગ જે-૧૬ ફાઈટર જેટ્સ, બે ચેંગડુ જે-૧૦ ફાઈટર જેટ્સ અને હાબન ઝેડ-૯ એન્ટી-સબમરીન વોરફેર હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. અમે એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ્સ તૈનાત કરીને જવાબ આપ્યો. અમારી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અમે આગળ જતાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.