બીજીંગ, ચીને પ્રથમ વખત મિથેન-લિક્વિડ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે. તે છે મિથેન-લિક્વિડ ઓક્સિજન રોકેટ. આ સાથે તેણે તેના કટ્ટર હરીફ અમેરિકાને પાછળ છોડી દીધું છે. શક્ય છે કે ભવિષ્યમાં પણ આવા જ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. જાણો કેવી રીતે ચીન અમેરિકા કરતા આગળ વધ્યું ? ગઇકાલે એટલે કે ૧૨ જુલાઈ ૨૦૨૩ના રોજ ચીનની એક ખાનગી કંપનીએ દુનિયાનું પહેલું આ પ્રકારનું રોકેટ લોન્ચ કર્યું છે. જે મિથેન-લિક્વિડ ઓક્સિજન રોકેટ છે. અમેરિકા પણ આવા રોકેટ બનાવવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ ચીને આ રમત જીતી લીધી. આ રોકેટને ચીને સવારે ૯ વાગ્યે ઉત્તર-પશ્ર્ચિમ ચીનના જીયુક્વાન સેટેલાઇટ સેન્ટરથી લોન્ચ કર્યું હતું.
આ રોકેટનું નામ ઝુક-૨ કેરિયર રોકેટ છે. રોકેટે નિર્ધારિત ધોરણો અનુસાર તેના તમામ લક્ષ્યો પૂર્ણ કર્યા. બેઇજિંગ સ્થિત ખાનગી સ્પેસ કંપની લેન્ડસ્પેસ દ્વારા આ બીજો પ્રયાસ હતો. જેમાં તેને સફળતા મળી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
આ પ્રક્ષેપણ સાથે હવે ચીન અમેરિકાથી અંતરિક્ષ પ્રક્ષેપણના મામલે આગળ વધી ગયું છે. ઉપરાંત, તે સ્પેસએક્સના માલિક એલોન મસ્ક અને બ્લુ ઓરિજિન ચીફ જેફ બેઝોસ કરતાં પણ આગળ નીકળી ગયા છે. એટલે કે મિથેનનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કરનાર ચીન પહેલો દેશ બન્યો. જેના કારણે પ્રદૂષણ ઓછું થાય છે. તે સસ્તું છે. તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેવા રોકેટમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
લેન્ડસ્પેસએ ચીનની બીજી કંપની છે. જેણે લિક્વિડ-પ્રોપેલન્ટ સાથે રોકેટ લોન્ચ કર્યા છે. એપ્રિલમાં, બેઇજિંગ સ્થિત તિયાનબિંગ ટેક્નોલોજીએ કેરોસીન અને ઓક્સિજન દ્વારા બળતણ ધરાવતા રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મિથેન-લીકવીડ એવું ઇંધણ છે, કે જે કોઈપણ ફરીથી વાપરી શકે છે અને તે રોકેટમાં રિફિલ કરી શકાય છે. એટલે કે તે પુન:ઉપયોગ કરી શકાય છે.ચીનમાં ૨૦૧૪થી ખાનગી સ્પેસ કંપનીઓ સક્રિય છે.