બીજીંગ,
ચીનથી ૧૨ હજાર કિલોમીટર દૂર, જમીનથી ૨૪ કિલોમીટર ઉપર અમેરિકન વિસ્તારમાં ચીની બલૂન શું કરવા ગયું હતું? ચીનનું કહેવું છે કે તે હવામાનની માહિતી એકત્ર કરી રહ્યું હતું. અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને ચીનના આ દાવાને નકારી કાઢ્યો છે.
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આવા ફુગ્ગાઓનો હેતુ હવામાનની માહિતી એકત્રિત કરવાનો અથવા માત્ર જાસૂસી કરવાનો નથી. કદાચ ચીન પરમાણુ હુમલા માટે કોઈ નવી પદ્ધતિ શોધી રહ્યું છે. અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ એચઆઈ સટનના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ૨૦૨૨માં પણ આવો જ એક બલૂન ભારત પર ફર્યુ હતું.
૨૮ જાન્યુઆરીએ એક ચીની જાસૂસી બલૂન યુએસ એરપોર્ટ ઝોનમાં પ્રવેશતું જોવા મળ્યું હતું. આ પછી તે ૩ ફેબ્રુઆરીએ મોટન્ના વિસ્તારમાં ઉડતો જોવા મળ્યો હતો. આ અમેરિકાનો ન્યુક્લિયર મિસાઈલ ઝોન છે. સેનાને શંકા હતી કે ચીન બલૂન વડે જાસૂસી કરી રહ્યું છે. ત્યારથી તેના પર નજર રાખવામાં આવી રહી હતી.આ પછી, શનિવારે બપોરે, રાષ્ટ્રપતિ જો બાઈડેને બલૂનને નીચે ઉતારવાનો આદેશ આપ્યો. આ પછી, બલૂનને એવા વિસ્તારમાં આવવાની રાહ જોવામાં આવી હતી કે જો તેને છોડવામાં આવે તો લોકોને કોઈ જોખમ ન રહે.ત્યારે કેરોલિના કોસ્ટથી ૬ માઈલના અંતરે તમામ પ્રકારની હવાઈ અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બલૂન ૬૦થી ૬૫ હજાર ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું ત્યારે એક અમેરિકન હ્લ-૨૨ ફાઈટર જેટે મિસાઈલ હુમલો કરીને ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું.
અમે જે જાસૂસી બલૂનની ??વાત કરી રહ્યા છીએ તેનો ઈતિહાસ બીજા વિશ્ર્વ યુદ્ધ સાથે જોડાયેલો છે. જાપાની સેનાએ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન ફુગ્ગાઓ દ્વારા અમેરિકામાં આગ લગાવનારા બોમ્બ છોડ્યા હતા. આ કેપ્સ્યુલ જેવા બલૂન્સ અનેક સ્ક્વેર ફૂટના હોય છે. ચીનનું જાસૂસી બલૂન ૧૨૦ ફૂટ પહોળું અને ૧૩૦ ફૂટ લાંબું હતું.
આ બલૂન્સમાં રહેલા હિલીયમ ગેસને કારણે તેઓ સામાન્ય રીતે જમીનથી ૩૭ કિલોમીટરની ઊંચાઈએ ઉડવાની ક્ષમતા ધરાવે છે. આ કારણોસર, તેનો ઉપયોગ હવામાન સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે કરવામાં આવે છે. ઊંચાઈએ ઉડવાની તેમની ક્ષમતાને કારણે તે જાસૂસી માટે પણ ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત, તે રડાર હેઠળ આવતા નથી.
યુએસ એરફોર્સની એર કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજના ૨૦૦૯ના અહેવાલ મુજબ, જાસૂસી બલૂન્સ ઉપગ્રહો કરતાં નજીકની રેન્જમાં મોટા વિસ્તારોને સ્કેન કરવાની ક્ષમતા ધરાવે છે. લક્ષ્ય વિસ્તારમાં વધુ સમય પસાર કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
ચીનનો આ જાસૂસી બલૂન શુક્રવારે અમેરિકાના મોન્ટાના શહેરથી ૬૦ હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. આ વિસ્તારમાં વાયુસેનાની મિસાઈલ અને બેલેસ્ટિક મિસાઈલ વિંગ છે. આ સિવાય તેણે અમેરિકાની વ્યોમિંગ ન્યુક્લિયર મિસાઇલ સાઇટ અને નોર્થ ડાકોટા ન્યુક્લિયર મિસાઇલ સાઇટની નજીક પણ ઉડાન ભરી હતી.પેન્ટાગોને જણાવ્યું હતું કે જાસૂસી બલૂનનો માર્ગ તેને મોન્ટાના પર લઈ ગયું હતું, આશંકા વ્યક્ત કરી હતી કે તે પરમાણુ મિસાઈલ સાઇટ્સ પર ગુપ્ત માહિતી એકત્રિત કરી રહી છે.