અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને ભારતને ચેતવણી આપતાં એવી માહિતી પ્રગટ કરી હતી કે ચીન પોતાની અણુશસ્ત્ર શક્તિ બમણી કરી રહ્યું હતું અને જળ, સ્થળ તથા આસમાનમાંથી હુમલો કરી શકે એવાં મિસાઇલ્સ વિકસાવી રહ્યું હતું.
છેલ્લા થોડા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદી મામલે તનાવ સર્જાઇ રહ્યો હતો. ચીને ભારતીય સીમામાં ઘુસણખોરી કરવાના પ્રયાસો કર્યા હતા જેને ભારતીય લશ્કરના બહાદૂર જવાનોએ નિષ્ફળ બનાવ્યા હતા. તેથી ચીન વધુ ઉશ્કેરાયું હતું. ચીનના સરકારી મુખપત્ર જેવા ગ્લોબલ ટાઇમ્સે એવી ધમકી ઉચ્ચારી હતી કે આ વખતે ભારત ચીન યુદ્ધ થાય તો ભારતને 1962 કરતાં પણ વધુ ખુવારી અને સંપત્તિનું નુકસાન સહેવું પડશે.
પેન્ટાગોને એક રિપોર્ટમાં એવો દાવો કર્યો હતેા કે હાલ ચીન અમેરિકા જેવી ટેક્નીકલ ક્ષમતા મેળવવાના પ્રયાસો કરી રહ્યું હતું. એ ઉપરાંત પિપલ્સ લિબરેશન આર્મી જોઇન્ટ એાપરેશન કરવાના મુદ્દે પણ ધ્યાન કેન્દ્રીય કરી રહ્યું હતું જેથી તાઇવાન મુદ્દે અમેરિકાના કોઇ પણ લશ્કરી પગલાને અટકાવી શકાય. પિપલ્સ લિબરેશન આર્મીએ વીતેલા થોડા સમયમાં અમેરિકી લશ્કરની બરાબરી પ્રાપ્ત કરી લીધી હતી. કદાચ અમેરિકા કરતાં પણ વધુ ટેક્નીકલ સજ્જતા કેળવી લીધી હતી.
પેન્ટાગોને જણાવ્યું હતું કે ચીને જળ, સ્થળ અને આસમાનમાંથી પણ ગમે તે દિશામાં હુમલો કરી શકાય એવા બેલાસ્ટિક તથા ક્રૂઝ મિસાઇલ વિકસાવી લીધા હતા. યુદ્ધમાં ઉપયોગી થઇ પડે એવી અણુશક્તિથી સજ્જ સબમરીનો પણ બનાવી હતી.
પેન્ટાગોનના રિપોર્ટ મુજબ અત્યારે ચીનની અણુબોંબની ક્ષમતા 200ની છે.પેન્ટાગોને જણાવ્યું હતું કે ચીને જળ, સ્થળ અને આસમાનમાંથી પણ ગમે તે દિશામાં હુમલો કરી શકાય એવા બેલાસ્ટિક તથા ક્રૂઝ મિસાઇલ વિકસાવી લીધા હતા. યુદ્ધમાં ઉપયોગી થઇ પડે એવી અણુશક્તિથી સજ્જ સબમરીનો પણ બનાવી હતી.
સ્વતંત્ર સમીક્ષકો માને ચે કે ચીન પાસે 300 અણુબોંબ છે. આગામી દસ વર્ષમાં ચીન પોતાના અણુશસ્ત્રોની સંખ્યા હાલના કરતાં બમણી કરવા માગે છે અને એ માટેની તૈયારી પણ આદરી દીધી હતી. ચીનની આ તૈયારીથી ભારતે સાવધાન થઇ જવું જોઇએ એવું પેન્ટાગોને જણાવ્યું હતું.