ચીન સાથે વેપારખાધ

ભારત અને ચીનનો સંબંધ બહુ જટિલ છે. સીમા વિવાદને કારણે અદાવત પણ છે અને ટ્રેડના મોરચે મોટું ભાગીદાર પણ છે. ભારત ચીનના જીડીપીમાં ભારે યોગદાન આપી રહ્યું છે, છતાં ચીન ભારતનું જ હરસંભવ નુક્સાન કરવાની કોશિશ કરતું રહે છે. ૨૦૨૦માં ગલવાનની હિંસક સૈન્ય ઘટના બાદ ભારતમાં ચીની સામાનના બહિષ્કારની હવા ચાલી. અનેક સંગઠનોએ ચીનથી આયાત નહિ કરવાના સોગંદ ખાધા, એ માનવામાં આવ્યું કે જો ભારત ચીનથી આયાત નહીં કરે તો તેનાથી ચીનને ઝાટકો લાગશે અને ચીન માટે ભારતની નારાજગી સહન કરવી આર્થિક રૂપે મોંઘી પડશે, પરંતુ ધરાતલ પર એવું કશું ખાસ ન થયું. ભારત ચીનથી આયાત કરે છે. આ આયત સમય સાથે વધતી જ ગઈ છે. ૨૦૨૩-૨૪માં ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. અમેરિકા સાથે વેપાર તેમ છતાં સંતુલિત છે, જેમાં ભારત વધુ નિકાસ કરી રહ્યું છે અને ઓછી આયાત કરી રહ્યું છે , પરંતુ ચીન સાથે વ્યાપક સ્તર પર વેપાર ખાધ જોવા મળે છે. ભ ારત બહુ વધુ પડતી આયાત ચીનથી કરી રહ્યું છે અને ચીનને બહુ ઓછી નિકાસ કરી રહ્યું છે.

ગયા વર્ષે ભારત અને ચીન વચ્ચે ૧૧૮.૪ અબજ ડોલરનો પરસ્પર વેપાર થયો, જેમાં ચીનથી ભારતની આયાત ૩.૨૪ ટકા વધીને ૧૦૧.૭ અબજ ડોલર થઈ ગઈ. એટલેકે ચીન સાથે ભારતની વેપાર ખાધ લગભગ ૮૫ અબજ ડોલરની છે. આ બહુ મોટું અસંતુલન છે. આ અસંતુલનને ઠીક કરવાની જરૂર છે. કાં તો ભારત ચીનથી આયાત ઓછી કરે અને પોતાના પૂરવઠા માટે નવો વિકલ્પ શોધે અથવા તો ભારત ચીનને આયાત વધારવા માટે મજબૂરલ કરે. ભારત અને ચીન વચ્ચે વેપાર અસંતુલન કેટલાય દાયકાઓથી છે. ભારત સરકારે એના તરફ ગંભીરતાથી યાન આપવું જોઇએ. એ સાચું કે આજે દુનિયા ટ્રેડ જાળમાં પરસ્પર ગૂંથાયેલી છે, પરંતુ ભારતે પોતાના હિતોનું ધ્યાન રાખવું પડશે. ભારતે ચીન સાથે સીમા વિવાદ ઉકેલવા માટે ટ્રેડ કૂટનીતિનો ઉપયોગ કરવો જોઇએ. આજે હજારો ચીની કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે. આ જ સ્થિતિ ભારતીય કંપનીઓ માટે પણ ચીનમાં હોવી જોઇએ. ભારતની ચીનને લોહ, સુતરાઉ દોરા-કપડાં, હાથશાળ, મસાલા, ફળ, શાકભાજી, પ્લાસ્ટિક અને લિનોલિયમ જેવા ક્ષેત્રોમાં નિકાસ વધી છે. ભારત ચીનથી ઇલેક્ટ્રોનિક સામાન, ન્યૂક્લિયર રિએક્ટર્સ, બોઇલર, ઓર્ગેનિક કેમિકલ, ફટલાઇઝર, ગાડીઓ સાથે જોડાયેલ સામાન અને એલ્યુમિનિયમ વગેરેની આયાત કરે છે. ભારતનું ચીન અને અમેરિકા સાથે વેપારના આંકડામાં મામૂલી અંતર છે. આથક શોધ સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવના આંકડા અનુસાર, ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૨૦૨૩-૨૪માં ૧૧૮.૩ અબજ ડોલર રહી છે. ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩માં અમેરિકા, ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ચીન ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૧૮ સુધી અને ૨૦૨૦-૨૧માં પણ ભારતનું શીર્ષ વેપારી ભાગીદાર હતું. અર્થવ્યવસ્થાની ગતિ માટે જરૂરી છે કે ભારતનો વૈશ્ર્વિક વેપાર સતત વધતો રહે, પરંતુ ચીન સાથે આટલા મોટા વેપાર અસંતુલનને નિયંત્રિત કરવાની જરૂર છે.