- અરુણાચલ પાસે ફાઇટર જેટનું કોમ્બેટ એર પેટ્રોલિંગ, ૩ વખત ચીની ડ્રોનની ઘૂસણખોરી અટકાવી.
- ચીન ૧૭૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા તવાંગ પર કબજો કરવા માગે છે, એનાં ૩ કારણ:
ઇટાનગર,
તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ પછી ઈન્ડિયન એરફોર્સે અરુણાચલ સરહદ પર કોમ્બેટ એર પેટ્રોલિંગ, એટલે કે લડાકુ ઉડાન શરૂ કરી છે. ૯ ડિસેમ્બરે તવાંગમાં શરૂ થયેલી અથડામણ પહેલાં પણ ચીને અરુણાચલ સરહદમાં ડ્રોન મોકલવાના પ્રયત્નો કર્યા હતા. ત્યાર પછી આઇએએફએ તાત્કાલિક પોતાનાં લડાકુ વિમાન અરુણાચલની સરહદ પર તહેનાત કર્યાં.એક સુત્ર અનુસાર, ચીન એલએસી પાસેના બે વિસ્તાર હોલીદીપ અને પરિક્રમામાં ભારતીય ચોકીઓનો વિરોધ કરી રહ્યું છે. ભારતીય લડાકુ વિમાનોએ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં ૨-૩ વખત આ પોસ્ટ્સ તરફ આગળ વધતા ડ્રોનને અટકાવ્યા છે. સુખોઈ-૩૦ એમકેઆઇએ આ હવાઈ ઉલ્લંઘન અટકાવ્યું હતું.જો ડ્રોન એલએસીની બરાબરીમાં ઊડે છે તો ભારતીય સેનાને આનાથી કોઈ પરેશાની નથી. જો કોઈપણ એરક્રાટ અથવા ડ્રોન ભારતીય સરહદ તરફ ઊડે છે અને તેમની આક્રમક પ્રવૃત્તિ આપણા રડાર પર જોવા મળે છે તો એ હવાઈ ઉલ્લંઘન ગણાશે અને આઇએએફ તાત્કાલિક પગલાં લેશે.
નોર્થ ઈસ્ટમાં એરફોર્સની હાજરી ઘણી મજબૂત છે. સુખોઈ-૩૦ આસામના તેજપુર અને ચબુઆમાં ઘણી જગ્યાએ તહેનાત છે. બંગાળના હાશિમારામાં રાફેલ ફાઈટર જેટ પણ તહેનાત છે, જે ખૂબ જ ઓછા સમયમાં નોર્થ ઈસ્ટને કવર કરી શકે છે. પશ્ર્ચિમ બંગાળમાં હાશિમારા એરબેઝ, જ્યાં ભારતીય વાયુસેનાનાં લડાયક વિમાનો તહેનાત છે. એ યાંગત્સેથી ૨૩૩ કિમીના હવાઈ અંતરે બાંધવામાં આવ્યું છે. ફાઇટર પ્લેન માટે લાઇટ મિશન નક્કી કરવા. આ પ્રકારની કવાયતમાં એરક્રાટને ચોક્કસ વિસ્તાર પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવે છે. સામાન્ય રીતે આવા મિશન વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ વિસ્તારો, યુદ્ધક્ષેત્રો, જમીન અથવા સમુદ્રના રક્ષણ માટે શરૂ કરવામાં આવે છે.આવા મિશન હેઠળ ફાઇટર એરક્રાટને ઘૂસણખોરી કરનારા એરક્રાટ અથવા અન્ય કોઈપણ મશીનરીને મારવાનો આદેશ આપવામાં આવે છે.
ચીન ૧૭૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા તવાંગ પર કબજો કરવા માગે છે, એનાં ૩ કારણ:
૧. ૧૭ હજાર ફૂટ પર ચીની ચોકી હોય, તો સમગ્ર અરુણાચલ પર નજર રાખવું સરળ
અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પાસે તવાંગ શહેર લગભગ ૧૭ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ સ્થળ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તવાંગથી સમગ્ર અરુણાચલ પ્રદેશ પર નજર રાખી શકાય છે. આ જ કારણસર ચીન એને હડપ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. ચીને ૧૯૬૨ના યુદ્ધમાં તવાંગ પર કબજો કર્યો હતો, જોકે યુદ્ધવિરામ પછી એને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, કારણ કે તવાંગ મેકમોહન લાઇન અથવા ન્યૂઝની અંદર આવે છે.
૨ એલએસી પાર કરવા માટે તવાંગ એક મહત્ત્વપૂર્ણ પોઇન્ટ છે
તવાંગ પર ચીનના ખરાબ ઈરાદાનું બીજું કારણ એ છે કે તવાંગ એ ભારત અને ચીન વચ્ચે ન્છઝ્ર પાર કરવાના બે સૌથી મહત્ત્વપૂર્ણ પોઇન્ટમાંથી એક છે. પ્રથમ પોઇન્ટ ચંબા ખીણ છે, જે નેપાળ અને તિબેટની સરહદ પર છે. બીજું સ્થાન તવાંગ છે, જે ચીન અને ભુતાનના જંક્શન પર છે. અહીંથી ચીન માટે આખા તિબેટ પર નજર રાખવી ખૂબ જ સરળ બની જશે.
૩. ચીનના વિરોધનું મુખ્ય કારણ ધર્મગુરુ દલાઈ લામા છે
ચીનના તવાંગના વિરોધનું ત્રીજું મોટું કારણ તિબેટના ધર્મગુરુ દલાઈ લામા છે. હકીક્તમાં ૧૯૫૯માં તિબેટ છોડ્યા બાદ દલાઈ લામાએ તવાંગમાં થોડા દિવસો વિતાવ્યા હતા. અહીં એક મોટો બૌદ્ધ મઠ પણ છે. આ સંદર્ભમાં ચીન તવાંગના કબજાને પોતાની પ્રતિષ્ઠાની લડાઈ માને છે.
૯ ડિસેમ્બરે તવાંગના યાંગસ્ટે ખાતે ૧૭ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલી ભારતીય ચોકીને હટાવવા માટે ૬૦૦ ચીની સૈનિકો ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ કાંટાળી લાકડીઓ અને ઈલેક્ટ્રિક દંડાથી સજ્જ હતા. ભારતીય સેના પણ આ વખતે સંપૂર્ણ રીતે તૈયાર હતી. અમારી સેનાએ પણ તેમને કાંટાળી લાકડીઓ અને સળિયાથી જવાબ આપ્યો. આમાં ચીનના ડઝનબંધ સૈનિકોનાં હાડકાં તૂટી ગયાં છે.