
વોશિંગટન
અમેરિકી કોંગ્રેસને સુપ્રત થયેલા પેન્ટાગોનના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વમાં ચીન પાસે સૌથી મોટો નૌકા કાફલો છે અને સેનામાં તમામ સ્તરે સતત એ જહાજોનો કાફલો વધારી રહેલ છે, જહાજો બાંધી રહેલ છે.હાલમાં ચાઇના પાસે સાડા ત્રણસો યુદ્ધ જહાજ અને સબમરીનો છે જ્યારે અમેરિકા પાસે ૨૯૩ યુદ્ધ જહાજો અને સબમરીનો છે.