બીજીંગ,
ચીનમાં પરમાણુ હથિયારોના વધતા જથ્થાને લઈને અમેરિકા તરફથી મોટો રિપોર્ટ સામે આવ્યો છે. પેન્ટાગોને તેના વાષક અહેવાલમાં કહ્યું છે કે આગામી દાયકામાં ચીન (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના) પોતાના પરમાણુ ભંડારને વધારવા માટે સેનાને આધુનિક બનાવવા અને સૈનિકોની સંખ્યા વધારવા પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ૨૦૩૫ સુધીમાં ચીન પાસે લગભગ ૧,૫૦૦ પરમાણુ હથિયારો હોવાની શક્યતા છે. હાલમાં તેની પાસે અંદાજિત ૪૦૦ મિલિટરી સ્ટોર્સ છે. પેન્ટાગોને મંગળવારે અમેરિકી સંસદમાં ચીનની પરમાણુ સજ્જતા પર આ રિપોર્ટ રજૂ કર્યો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
પેન્ટાગોનના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં ચીન પોતાના પરમાણુ હથિયારોને આધુનિક બનાવવા માટે પહેલા કરતા વધુ પ્રયાસ કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન જમીન, સમુદ્ર અને હવા આધારિત પરમાણુ હથિયારોની સંખ્યા વધારી રહ્યું છે અને તેની પરમાણુ ક્ષમતાને વિસ્તારવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. પેન્ટાગોને કહ્યું કે તેનો અંદાજ છે કે ચીનના પરમાણુ શાગાર ૪૦૦ને પાર કરી ગયા છે.
અમેરિકી અધિકારીઓએ કહ્યું કે જો ચીનની પરમાણુ ક્ષમતા આ રીતે જ વધતી રહેશે તો અમેરિકા પરમાણુ પ્રથમ સ્ટ્રાઈક શરૂ કરવા સામે તેની નીતિ પર પુનવચાર કરી શકે છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે રિપોર્ટ જાહેર કરતા પહેલા એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, અમે અહીં જે જોઈ રહ્યા છીએ તે ચીનના ઈરાદા પર સવાલ ઉભા કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેઇજિંગ પાસે હાલમાં ૪૦૦ થી વધુ પરમાણુ હથિયારો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેઇજિંગ પાસે હાલમાં ૪૦૦થી વધુ પરમાણુ હથિયારો છે અને આ સંખ્યા અગાઉની અંદાજિત ૩૫૦ની સંખ્યા કરતા ઘણી વધારે છે. પેન્ટાગોને કહ્યું કે જો પરમાણુ હથિયારો વધારવાની ગતિ આવી જ રહી તો વર્ષ ૨૦૩૫ સુધીમાં ચીન પાસે ૧૦૦૦ થી ૧૫૦૦ પરમાણુ હથિયાર હશે. અમેરિકાના ટોચના સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે ચીન હાલમાં અમેરિકાની સામે એક મોટા ખતરા તરીકે ઉભરી રહ્યું છે. જણાવી દઈએ કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ વર્ષ ૨૦૪૯ સુધી દેશને કાયાકલ્પ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે પીઆરસીની સ્થાપનાના ૧૦૦ વર્ષ છે. પરમાણુ હથિયારોમાં વધારો એ આ લક્ષ્ય તરફના ચીનના પ્રયાસોમાંનો એક છે.