બીજીંગ, કોરોના મહામારી બાદથી ચીનની અર્થવ્યવસ્થામાં સતત મંદી જોવા મળી રહી છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના અહેવાલ મુજબ, ચીનનું રિટેલ વેચાણ મે મહિનામાં ૧૨.૭ ટકાના વધારાથી ઘટીને ૩.૧ ટકા થઈ ગયું છે. તે જ સમયે, ડ્રેગનના છૂટક વેચાણ અને નિકાસમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે અનેક શિક્ષિત યુવાનો બેરોજગાર બન્યા છે. તેઓ નોકરીની શોધમાં ભટકી રહ્યા છે. કેટલાક યુવાનોને સફાઈ અથવા મામૂલી નોકરી કરવાની ફરજ પાડવામાં આવે છે, જ્યારે કેટલાક યુવાનો બેરોજગાર ઘરે બેઠા છે. જેના કારણે ચીનમાં કોન્ડોમના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
ચીનના અર્થશાસ્ત્રીઓ આશ્ર્ચર્યમાં છે કે એક તરફ અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ અહીંના યુવાનો ભારે માત્રામાં કોન્ડોમની ખરીદી કરી રહ્યા છે. કોરોના કાળથી ચીનમાં કોન્ડોમના વેચાણમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. દિવસેને દિવસે અહીં કોન્ડોમ કંપનીઓનો નફો ઝડપથી વધી રહ્યો છે.
ડ્યુરેક્સ કોન્ડોમ બનાવનાર રેકિટે જણાવ્યું હતું કે ચીનની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ કોન્ડોમના વેચાણમાં કોઈ ઘટાડો થયો નથી. ચીનમાં ભારે મંદી હોવા છતાં લોકો કોન્ડોમ ખરીદી રહ્યા છે. તેના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોન્ડોમના વેચાણમાં સતત વધારો થવાથી કંપનીઓ અને રોકાણકારો પણ ચિંતિત છે. લોકોનો ઘટતો વિશ્ર્વાસ વધારવા તેઓ સરકારને અપીલ કરી રહ્યા છે.
ડ્યુરેક્સ કંપનીનું કહેવું છે કે ચીનના બજારમાં લોકડાઉન દરમિયાન પણ કોન્ડોમના વેચાણમાં કોઈ ઘટાડો થયો નથી. આ સમયે કોઈ પ્રતિબંધો નથી, તેથી આ સમયે પણ તે ઘણું વેચાઈ રહ્યું છે. પરિણામો જાહેર કરતાં કંપનીએ જણાવ્યું હતું કે તેના બિઝનેસમાં ચોખ્ખી આવક વૃદ્ધિ ૮.૮ ટકા રહી છે. ડ્યુરેક્સ કંપની દ્વારા એવી પણ વિચારણા કરવામાં આવી રહી છે કે કંપની ભવિષ્યમાં કેટલીક નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં લોન્ચ કરી શકે છે. એવો અંદાજ છે કે ૨૦૨૬ સુધીમાં તે બજારમાં નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે