કેલિફોર્નિયા,તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવ મેકારથી સાથે કેલિફૉનયામાં મુલાકાત કરી. મહત્વની વાત એ છે કે ચીનની ધમકી છતાં તાઈવાનના રાષ્ટ્રપતિએ અમેરિકી સ્પીકર સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે તાઈવાનના રાષ્ટ્રપતિ પહેલી વાર અમેરિકાના હાઉસ ઑફ સ્પીકરને અમેરિકામાં મળ્યા છે. બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટ મુજબ વોશિંગ્ટને ચીનની વન ચાઇના નીતિને માન્યતા આપી છે પરંતુ તે તેનુ પ્રસારણ નથી કરી રહ્યુ. મીટિંગ બાદ કાર્થીએ ટ્વીટ કર્યુ, ’અમેરિકા અને તાઈવાનના લોકો વચ્ચેની મિત્રતા ક્યારેય એટલી મજબૂત રહી નથી. તાઈવાનના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવુ મારા માટે સમ્માનની વાત છે. તાઇવાન એક સફળ લોકશાહી છે, વિક્સતી અર્થવ્યવસ્થા છે અને આરોગ્ય અને વિજ્ઞાનમાં વૈશ્ર્વિક નેતા છે. અમારો સહયોગ સંવાદ દ્વારા કાયમ ચાલુ રહેશે.
કેલિફોનયામાં રોનાલ્ડ રીગન પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરીમાં મીડિયાને સંબોધતા તાઇવાનના પ્રમુખે કહ્યુ કે લોકશાહી ખતરામાં છે. તે કોઈ રહસ્ય નથી કે આજના સમયમાં, આપણે લોકશાહીને ટકાવી રાખવા માટે જે શાંતિ બનાવી છે તે જાળવવામાં આપણે ઘણા મુશ્કેલ પડકારોનો સામનો કરી રહ્યા છીએ. આપણે ફરી એકવાર એવી દુનિયામાં છીએ જ્યાં લોકશાહી જોખમમાં છે, સ્વતંત્રતાની મશાલને સળગતી રાખવાની સખત જરૂર છે જેને અવગણી શકાય નહીં.
નોંધનીય છે કે અમેરિકન સાંસદ સાથે તાઈવાનના રાષ્ટ્રપતિની આ બીજી મુલાકાત છે. આ પહેલા નેન્સી પેલોસી તાઈવાન પહોંચી હતી, તે તાઈવાનમાં તાઈવાનના રાષ્ટ્રપતિને મળી હતી. અમેરિકામાં તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન અમેરિકન સ્પીકરે કહ્યું કે મુક્ત વિશ્ર્વ માટે બંને દેશોની મિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આથક સ્વતંત્રતા, શાંતિ, પ્રાદેશિક સ્થિરતા જાળવવી પડકારજનક છે. અમેરિકા અને તાઈવાનના નેતાઓ વચ્ચેની બેઠક પર ચીન તરફથી પણ આકરી પ્રતિક્રિયા આવી છે. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે સાઈ અને મેકકાર્થી અમારી ચેતવણી છતાં મળ્યા છે. અમેરિકી અધિકારીઓ અલગતાવાદીઓને સ્વતંત્ર તાઈવાનની માંગ ઉઠાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. આ સંપૂર્ણપણે ચીનના વન ચાઈના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે.