ચીનના સૌથી મોટા ભ્રષ્ટાચાર કેસમાં ભૂતપૂર્વ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા દોષિત,મૃત્યુદંડની સજા સંભળાવી

ચીનના સૌથી મોટા ભ્રષ્ટાચારના મામલામાં કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ નેતાને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેણે ૪૨ કરોડ યુએસ ડોલરની ઉચાપત કરી છે. આ કેસમાં, આંતરિક મંગોલિયાની એક અદાલતે ભૂતપૂર્વ નેતા લી જિયાનપિંગને મૃત્યુદંડની સજા સંભળાવી.

ચાઈનીઝ ન્યૂઝ પોર્ટલ કેક્સિન ગ્લોબલના અહેવાલ મુજબ, લી જિયાનપિંગને આંતરિક મંગોલિયાની અદાલત દ્વારા ભ્રષ્ટાચાર, લાંચ, ઉચાપત અને સંગઠિત અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેણે ૪૨૦ મિલિયનની ઉચાપત કરી, જે ચીનના ઈતિહાસમાં સૌથી મોટી ઉચાપત હતી. લી જિયાનપિંગે કોર્ટના નિર્ણય સામે ઉચ્ચ પીપલ્સ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ ઉચ્ચ પીપલ્સ કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી.

કોર્ટે કહ્યું કે ચુકાદો હવે અંતિમ પરીક્ષા અને મંજૂરી માટે સુપ્રીમ પીપલ્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટે લી જિયાનપિંગને દુષ્કૃત્ય, ગંભીર સામાજિક અસર અને ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતા દોષી ઠેરવ્યા. એવું નોંધવામાં આવ્યું હતું કે લી, ૬૪, થોડા વર્ષો પહેલા સુધી હોહોટમાં એક વિશેષ આથક ક્ષેત્ર અને શહેરની જળ વ્યવસ્થાપન સત્તાના વડા હતા.તે ચીની નોકરશાહીમાં મય-સ્તરના સ્થાનિક અધિકારી હતા. તેમનું ભ્રષ્ટ વર્તન અને કાર્યવાહી મોટાભાગે જનતાના રડાર હેઠળ હતી. ૨૦૧૮ના અંત સુધીમાં તેની સામે ફરિયાદો આવવા લાગી. જ્યારે ફરિયાદોની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે જંગી ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યો હતો.

લીએ ૨૦૦૧થી કોમ્યુનિસ્ટ પાર્ટીના વડા તરીકે, હોહોટ વોટર ઓથોરિટીના ડિરેક્ટર અને એક દાયકા પછી હોહોટ ઇકોનોમિક એન્ડ ટેક્નોલોજીકલ ડેવલપમેન્ટ ઝોનની પાર્ટી વકગ કમિટીના સેક્રેટરી તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન, તેણે બાંધકામ પ્રોજેક્ટ્સ અને બિઝનેસ કોન્ટ્રાક્ટમાંથી નફાના બદલામાં ૫૭૮ મિલિયન યુઆન (લગભગ ૮૩ મિલિયન) એકત્રિત કરવા માટે તેની સ્થિતિનો દુરુપયોગ કર્યો. તેણે ગુનાહિત સિન્ડિકેટના નેતા સાથે પણ ગાઢ સંપર્ક જાળવી રાખ્યો હતો અને સંસ્થાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખ્યો હતો.

ભ્રષ્ટાચારમાં દોષિત જાહેર થયા બાદ મૃત્યુદંડની સજા મેળવનારા તેઓ ત્રીજા નેતા છે. અગાઉ ૨૦૦૭માં ચાઈના હુઆરોંગ એસેટ મેનેજમેન્ટ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન લાઈ ઝિયાઓમિન અને શાંક્સી પ્રાંતના લુલિયાંગના ભૂતપૂર્વ વાઇસ મેયર ઝાંગ ઝોંગશેંગને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.