બીજીંગ,
ચીનના પૂર્વમાં જિયાંગ્શી પ્રાંતના નાનચાંગ કાઉંન્ટીમાં અકસ્માતની ઘટના બની હતી.જેમાં એક રોડ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયા છે.આ અકસ્માતમાં ૨૨ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.ત્યારે આ ઘટના અંગે તપાસના આદેશ આપી દીધા છે.આ ઘટનાને લઈ પોલીસ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ શોધી રહી છે.
આ સિવાય પોલીસ કર્મીઓએ સ્થાનિક લોકો સાથે મળીને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યા હતા.આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી હતી.આ ઘટના પછી અધિકારીઓએ કહ્યુ હતું કે વિઝિબિલિટિ ખુબ ઓછી છે જે વાહનચાલકો માટે ખુબ ખતરનાક છે તેથી તેઓએ સતર્ક રહેવું પડશે કારણ કે આવું હવામાન અકસ્માતનું કારણ બની શકે છે.ટ્રાફિક પોલીસ અધિકારીઓએ ફોગ લાઇટનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.