લંડન,
બ્રિટનના પીએમ ૠષિ સુનકે ભારત સાથે વેપાર સંબંધો સુધારવાની પહેલ કરી છે. આ વિશે બ્રિટનના પીએમએ જણાવ્યું છેકે આ મામલે તેમણે ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવા અંગે ચર્ચા પણ કરી છે. ભારતના વડાપ્રધાન પીએમ મોદી અને મેં અમારી ટીમોને શક્ય તેટલી વહેલી તકે કામ શરૂ કરવા અનુરોધ પણ કર્યો છે. ૠષિ સુનકે ભારત-પેસિફિક ક્ષેત્ર સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા પર યાન આપ્યું છે. આ યોજનાના ભાગરૂપે ભારત સાથે મુક્ત વેપાર કરાર માટે બ્રિટનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ભારતીય મૂળના નેતા સુનકે ગયા મહિને વડા પ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા પછી સોમવારે રાત્રે તેમનું પ્રથમ મુખ્ય વિદેશ નીતિ ભાષણ આપ્યું હતું.
આ દરમિયાન, ૠષિ સુનકે ચીન દેશની પ્રણાલીઓ મામલે પણ જણાવ્યું હતું. આ મામલે તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધો અલગ રીતે કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું છે કે ચીન બ્રિટનના મૂલ્યો અને હિતોને પ્રણાલીગત પડકાર ઊભું કરી રહ્યું છે. બ્રિટિશ પીએમ સુનકે કહ્યું, “રાજકારણમાં જોડાતા પહેલા, મેં વિશ્ર્વભરના વ્યવસાયોમાં રોકાણ કર્યું હતું અને ઇન્ડો-પેસિફિકમાં તકો ઘણી સારી છે.”
તેમણે કહ્યું, “૨૦૫૦ સુધીમાં ઈન્ડો-પેસિફિક વૈશ્ર્વિક વિકાસમાં અડધાથી વધુ હિસ્સો ધરાવશે, જ્યારે યુરોપ-ઉત્તર અમેરિકાનો હિસ્સો માત્ર એક ક્વાર્ટર જેટલો જ હશે, તેથી જ સીપીટીપીપી, ભારત સાથે નવા હ્લ્છ અને ઈન્ડોનેશિયા સાથે પણ કરાર કર્યા છે.
પીએમ સુનકે કહ્યું કે, “તાજેતરના વર્ષોમાં, આપણે હોંગકોંગ, અફઘાનિસ્તાન અને યુક્રેનના હજારો લોકોનું દેશમાં સ્વાગત કર્યું છે. આપણો દેશ લોકશાહીનું રક્ષણ માત્ર શબ્દોથી નહીં, પરંતુ કાર્યોથી કરે છે. અગાઉ ભૂતકાળમાં સુનકે કહ્યું હતું કે અમારી સરકાર ભારત સાથે હ્લ્છ પર ઝડપથી કામ કરવા પ્રતિબદ્ધ છે. તેમણે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કાર્યભાર સંભાળ્યા બાદ ઇન્ડોનેશિયાના બાલીમાં જી-૨૦ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની પ્રથમ બેઠક દરમિયાન એફટીએ પર પ્રગતિની સમીક્ષા કરી હતી એફટીએ માટેની દિવાળીની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી પીએમ સુનકે બ્રિટન સરકારના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે તે વહેલા કરારના હિતમાં સમાધાન કરશે નહીં.