ગાંધીનગર, રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. ત્યારે ગાંધીનગરના ચિલોડા નજીક વાહન ચેકિંગ દરમિયાન ચરસ ઝડપાયું છે. ખાનગી લકઝરી બસમાંથી ચરસ મળી આવ્યુ છે. મળતી માહિતી અનુસાર ૫ લાખ ૫૮ હજારથી વધુની કિંમતના ચરસ સાથે આરોપી ઝડપાયો છે. હિંમતનગર તરફથી આવતી બસમાં આરોપી શેખ ફેઝ અહમદ ચરસની હેરાફેરી કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
બીજી તરફ વડોદરાના તાંદલજામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. તાંદલજાના સનફાર્મા રોડની પાછળ આલેસા અસ સફા ફલેટમાં એસઓજીના દરોડા પાડ્યા હતા. જ્યાંથી ૩ લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતુ. ૩૦ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી નિલોફર સલમાની નામની મહિલાની અટકાયત કરી હતી.