ચિલીના જંગલોમાં આગ લાગતા ૪૬ લોકોના મોત; ૧૦૦૦ ઘર બળીને ખાખ થયા

એસ્ટ્રેલા, ચિલીમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારની આસપાસના જંગલમાં ભીષણ આગ લાગતા ૪૬ લોકોના મોત થયા છે.મય અને દક્ષિણ ચિલીમાં જંગલમાં લાગેલી આગમાં ૪૬ લોકોના મોત થયા છે. વાઇલ્ડફાયરની ચપેટમં આવતા મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. રેસક્યૂ ટીમ સળગેલા ઘરોની તપાસ કરી રહી છે. ચિલી સરકારે ભયાનક આગને જોતા ઇમરજન્સી જાહેર કરી છે.

અહીંનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયુ છે અને આ કારણે સંકટ વધી ગયું છે. આગ મુખ્ય રીતે દરિયા કિનારા સાથે જોડાયેલા વાલપરાઇસો પ્રવાસન વિસ્તારની આસપાસ લાગી છે. જ્યાં હજારો હેક્ટર વિસ્તારનું જંગલ બળી ગયું છે. અનેક લોકો ભીષણ આગને કારણે પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા છે.

પાટનગરની દક્ષિણ-પશ્ર્ચિમમાં એસ્ટ્રેલા અને નવિદાદ કસ્બામાં આગની ઝપટમાં આવતા ૧૦૦૦ ઘર સળગી ગયા છે. પિચિલેમુના સફગ રિસોર્ટ પાસે લોકોએ જગ્યા ખાલી કરવા માટે મજબૂર થવું પડ્યું છે. સ્થાનિક લોકોએ કહ્યું કે સ્થિતિ ગંભીર છે અને લોકોએ પોતાનું ઘર ખાલી કરવા મજબૂર થવું પડ્યું છે.