છોટાઉદેપુરના નસવાડીમાં ડ્રાઇવરને માર માર્યા બાદ અપહરણ કરાયું. નસવાડીમાં પેટ્રોલ પંપના માલિકે જ ડ્રાઈવરનું અપહર કર્યું. પેટ્રોલ પંપના માલિકે ચોરીની આશંકાએ ડ્રાઈવરનું અપહરણ કર્યું. પેટ્રોલ પંપના માલિકને આશંકા હતી કે ડ્રાઈવર ડીઝલની ચોરી કરી રહ્યો છે. અને ડ્રાઈવર પાસે ચોરીની કબૂલાત કરાવવા જ અપહરણ કર્યું હોવાનું જણાવ્યું. ડ્રાઈવરના અપહરણ મામલે ૪ સામે ફરિયાદ નોંધાઈ.
નસવાડી વિસ્તારમાં જય નારાયણ પેટ્રોલ પંપ ના ડ્રાઇવરનું અપહરણ થયું. ડ્રાઈવરના અપહરણ મામલાની ઘટનામાં સામે આવ્યું કે પેટ્રોલ પંપના માલિકે જ ડ્રાઈવરનું અપહરણ કર્યું હતું. માલિકને આશંકા હતી કે ડ્રાઈવર લાંબા સમયથી ડીઝની ચોરી કરી રહ્યો છે. પરંતુ આ બાબતની સાબિતી ના મળતા આખરે તેનું અપહરણ કરી બે દિવસ એક રૂમમાં પૂરી રાખ્યો. દરમ્યાન ડ્રાઈવરને માર મારી તેની પાસે કબૂલાત કરાવવા પ્રયાસ કર્યો હતો કે તેણે ડીઝલની ચોરી કરી છે. ફરિયાદી ડ્રાઈવર તરબદા ધવલકુમાર હસમુખભાઈએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ડ્રાઈવરે કહ્યું કે પેટ્રોલ પંપના માલિકે ડીઝલ ચોરી કરવાની જબરજસ્તી કબૂલાત કરાવવા સતત બે દિવસ સુધી ઢોર માર મારી ખડણી માગતા હોય તેના ઉપર પેસાબ કરી અપમાનિત કરતા હતા.
જો કે આ મામલામાં સંખેડા ધારાસભ્ય મધ્યસ્થી બનતા મામલે થાળો પડ્યો અને ડ્રાઈવરના અપહરણની વિગતો સામે આવી. જો કે ડ્રાઈવરના અપહરણ મામલે પોલીસ સ્ટેશનમાં ૪ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આ આરોપીમાં હરિશકુમાર નારાયણ કંડાણી, ધીરજભાઈ કંડાણી, સુરેશભાઈ કંડાણી અને પોપટભાઈ કંડાણીનો સામે ગુનો નોંધાયો છે.