ગાંધીનગર, લોક્સભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. લોક્સભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે વધૃૃ એક મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ચાર રાજ્યોમાં મોટા વહીવટી ફેરબદલ કર્યા છે અને નોન-કેડર ડ્ઢસ્-જીઁની બદલી કરી છે. ચૂંટણી પંચે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક જેવા નેતૃત્વના હોદ્દા પર નિયુક્ત નોન-કેડર અધિકારીઓ માટે ટ્રાન્સફર ઓર્ડર જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે જિલ્લામાં ડીએમ અને એસપીની પોસ્ટ અનુક્રમે ભારતીય વહીવટી અને ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ માટે છે. આટલું જ નહીં ચૂંટણી પંચે આસામ અને પંજાબમાં નેતાઓના સંબંધી એવા આઇપીએસ અધિકારીઓની પણ બદલી કરી છે.
કેન્દ્રીયઆ ચૂંટણી પંચે આ અંગે આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર પંજાબના ભટિંડાના એસએસપી અને આસામના સોનિતપુરના એસપીની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે, નેતાઓના સંબંધીઓના અધિકારીઓ ચૂંટણીના કામમાં સીધા સંકળાયેલા છે. જે અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ગુજરાતના છોટા ઉદેપુર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસપીનો સમાવેશ થાય છે.
આ સાથે પંજાબના પઠાણકોટ, ફાઝિલ્કા, જાલંધર ગ્રામીણ અને માલેરકોટલા જિલ્લાના એસએસપી પણ સામેલ છે. ઢેંકનાલના ડીએમ અને ઓડિશાના દેવગઢ અને કટક ગ્રામીણના એસપી અને પશ્ર્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, પૂર્વ બર્ધમાન અને બીરભૂમ જિલ્લાના ડીએમ પણ આમાં સામેલ છે. આ સિવાય ચૂંટણી પંચે પંજાબમાં એસએસપી ભટિંડા અને આસામમાં એસપી સોનિતપુરની બદલી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે કે, આ પહેલા મંગળવારે ભારતના ચૂંટણી પંચે જલંધરના ડેપ્યુટી કમિશનર, પોલીસ એડિશનલ ડાયરેક્ટર જનરલ અને પંજાબના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની બદલીનો આદેશ આપ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા લોક્સભા ચૂંટણીની જાહેરાતના ત્રણ દિવસ બાદ આ બદલીઓ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કાર્યવાહી મળેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે.