વડોદરા ડિવીઝન વિભાગીય કચેરી હેઠળ આવતા છોટાઉદેપુર ડેપોમાં મનસ્વી અને તધલખી ફરમાનો અને નિર્ણય લેવાઈ રહ્યા છે. ડિીવીઝન મેનેજરને કોઈપણ તધલખી ફરમાન લેવાતા પહેલા વિશ્ર્વાસમાં લેવાતા હોય તેમ લાગતું નથી. હવે મૂળ વાત પર આવ્યો છોટાઉદેપુરથી ઉપડતી નાઈટ જે ધણાં વર્ષો જુની બસમાં સુમાર થાય છે. જેમાં ધણા સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ અપડાઉન વર્ષોથી કરતા આવ્યા છે. આ બસ છોટાઉદેપુરથી સાંજે 6-00 કલાકે ઉપડવાનો સમય છે. સાંજે સાત કલાકે દે.બારીયા વાયા થઈ રાત્રે 8-00 લાકે બસને પહોંચવાનો સમય છે અને ત્યાં નાઈટ હોલ્ડ કરે છે.
પછી સવારે 6-00 કલાકે સદર બસ કાયમી અપડાઉન છોટાઉદેપુર પહોંચે છે અને 8-40 કલાકે ફરી આ બસ દે.બારીયા સુધીની ટ્રીપ મારવા આવે છે. ત્યાંં સુધી ડ્રાયવર અને (માસ્તર) એટલે બસ ક્ધડકટર બન્ને કર્મીઓ બદલાય જાય છે. ત્યારબાદ આ બસમાં નવા કર્મીઓ સદર બસના રૂટો માટે નોકરી ઉપર આવે એટલે ફરી મારતા લગભગ આ બે ફેરામાં 10,000/-જેટલી રકમની આવક મળતી હોય છે. હવે આ બસ દુધ આપતી ગાયના સમાન આ બસના બે ફેરા બંધ કરીને દાહોદ અને પંચમહાલ જીલ્લા માંથી આવતા પેસેન્જરોને અન્યાય થયો છે.
જેથી આ બસના દે.બારીયાની બન્ને ટ્રીપો બહાલ થાય તેવી કાયમી અપડાઉન કરનારા પેસેન્જરોમાં માંગ ઉઠવા પામી છે. આ બસમાં ઓફિસર વર્ગ જેવા નાયબ મામલતદાર તથા શિક્ષકગણ તેમજ ઈલેકટ્રીક કર્મીઓ તથા છુટક ફેરી, બંગડી, રેડીમેઈડનો ધંધો કરનારા ગોધરા તથા સંતરોડ ગામેથી અપડાઉન કરતા હોય છે. તેમને આ બસના બે રૂટો બંધ થતા પારાવાર મુશ્કેલીઓનો સામનો છે.
મળતી માહિતી અનુસાર છોટાઉદેપુરની નાઈટ બસ અને ટપાલ બસ તરીકે ઓળખાય છે. દે.બારીયા, સંતરોડ તથા ધાનપુર તાલુકાઓની કેન્દ્ર સરકારની ટપાલ વિભાગની ટપાલના લગેજો આ બસમાં આવે છે તથા ગોધરા તથા બારીયા, દાહોદ, સંતરોડ, પીપલોદ પરત આવવા માટે આ બસના બે રૂટ બંંધ કરી દેવાતા અપડાઉન કરનારી આમ જનતાને વાંધો છે. જેથી ડીવીઝન મેનેજર આ વર્ષો જુની બસના બે રૂટ જે બંંધ કરાયા છે. તધલકી ફરમાનોથી તે બે રૂટ ફરી બહાલ કરવાની માંગ ઉઠવા પામી છે.
આ ફેરફાર માત્ર એ.ટી.આઈ. કે પછી ડેપો મેનેજર ડ્રાયવરોને હેરાન કરવા માટે ફેરફાર કરવાના નિર્ણયથગી લીધો હોય તો છોટાઉદેપુરના વહીવટી કર્મીઓને નોટીસ બજાવી આ વર્ષો જુના રૂટ બંધ કેમ કર્યા છે. તેનો ખુલાસો માંગવો રચ્યો અગાઉ પણ આજ બસના ડ્રાયવરોને હેરાન કરવા માટે લાગતી ના હોય ઓછી બ્રેક લાગતી બસ અને હેડલાઈટ ચાલતા હોય તેવી બસ અપાતી હતી. તેથી તે ડ્રાયવરે પોતાની નોકરી કરવાનું માંડી માંંદગીની રજા ઉપર ઉતરી જવા માટે મજબુર કર્યાના દાખલા મોજુદ છે. જેથી જીલ્લાના મેનેજર સ્થળ ઉપર તપાસ માટે જાય દુધનું દુધ અને પાણીનું પાણી અલગ કરવા માટે જાતે તપાસનો દોર ચલાવે તેવી અપડાઉન કરતી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.