છોટાઉદેપુર થી ગોધરા જતી નાઈટ બસને સારી કંડીશન સાથે લોકસીટ આપી રૂટ ઉપર આપવી

દે.બારીયા,

વડોદરા વિભાગીય કચેરી તળે આવતો છોટાઉદેપુર ડેપોની નાઈટ આઉટમાં જતી બસ સાંજે 6.00 કલાકે છોટાઉદેપુર થી ઉપડે છે. તે નાઈટ બસ વાયા દે.બારીયા થઈને ગોધરા આઠ વાગે પહોંચતી બસ અને ગોધરા થી આ બસમાં સંતરોડ, બારીયા, ધાનપુરની સરકારી તાર અને ટપાલ વિભાગની ટપાલના પાર્સલ આવતા હોય છે. તેમજ આ નાઈટ આઉટ તેમજ ટપાલ બસ તરીકે ઓળખાય છે. આ બસમાં સરકારી કર્મીઓ તેમજ વેપારી વર્ગ આ બસથી અપડાઉન કરતા હોય છે. આ બસમાં ટપાલ આવતી હોય તેથી માન્ય વડાપ્રધાનના પ્રોગ્રામોમાં પણ આ રૂટ બંધ કરવામાં આવતો નથી. પરંતુ બસ સારી કંડીશનવાળી આપવામાં આવતી નથી. કેમ યક્ષ પ્રશ્ર્ન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તા.17/01/2023 મંગળવારના રોજ આ બસ સવારે ગોધરા થી સમય મુજબ ઉપડી પરંંતુ રસ્તામાં બ્રેકડાઉન પડતા અવરજવર કરતા કર્મીઓ વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને બ્રેકડાઉન પડતા મુશ્કેલીનો મેકેનીક આ નાઈટ બસને સારી કંડીશનની ખાત્રી કરી લોકસીટ ડ્રાયવરને આપવી જેથી સમયસર આ બસમાં આવતી ટપાલ પહોંચે અને જે પણ પ્રવાસ કરતા પેસેન્જરોને રસ્તામાં બીજી બસ મોઢે ફાંફા મારવાનો વારો ના આવે તેવા પ્રયત્નો કરાશે ખરાં ?