છોટાઉદેપુર,છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા ઘોઘંબામાં આજરોજ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ ભાજપના કાર્યકરો સરપંચો અને હોદ્દેદારોની સભા સંબોધી હતી. જેમાં હાલોલ ના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર નારાયણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
જશુભાઈ રાઠવાએ ભાજપને મત આપી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા આહવાન કર્યું હતું હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર એ વડાપ્રધાન મોદીના કાર્યોની પ્રશંસા કરી સરપંચો અને કાર્યકરોને ઉત્સાહ જોઈ જશુભાઈ નો વિજય નિશ્ચિત ગણાવી સાંસદ તરીકે સંબોધ્યા હતા.
ઘોઘંબા ગામના સરપંચ નિલેશભાઈ વરિઆ તથા છોટાઉદેપુર જીલ્લા લોકસભાના નિરીક્ષક સાગર ગોહિલ ઘોઘંબા તાલુકો સૌથી વધુ લીડ આપી જશુભાઈને જંગી બહુમતીથી જીતાડવા માટે વચન આપ્યું હતું.